Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

યસ બેંક કૌભાંડ : રાણા કપૂરે સીબીઆઈ કસ્ટડીને બોમ્બે હાઈકોર્ટમાં પડકારી : રાણા કપૂરની પુત્રી રાઘે ટંડને પણ પોતે એનઆરઆઈ હોવાથી કોર્ટમાં રૂબરૂ હાજર રહેવામાંથી મુક્તિ માંગી]

મુંબઈ : યસ બેંક કૌભાંડમાં બેંકના સ્થાપક રાણા કપૂરે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા માંગવામાં આવેલી કસ્ટડી સામેની  અરજી ફગાવી દેતા સ્પેશિયલ કોર્ટના આદેશને પડકારતા બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમજ તેની પુત્રી રાઘે ટંડને પણ પોતે એનઆરઆઈ હોવાથી કોર્ટમાં રૂબરૂ હાજર રહેવામાંથી મુક્તિ માંગી છે.

સીબીઆઈએ કપૂર ઉપર 307 કરોડનો આર્થિક લાભ મેળવ્યો હોવાના આરોપો સાથે તેમની સામે નોંધાયેલા પ્રથમ માહિતી અહેવાલ (એફઆઈઆર) ના સંબંધમાં કપૂરની કસ્ટડી માંગી હતી જેમાં અવંત ગ્રુપને ક્રેડિટ સુવિધાઓ આપીને યસ બેંકને ₹ 1800 કરોડથી વધુનું નુકસાન પહોંચાડ્યું હતું.

વકીલો વિજય અગ્રવાલ અને રાહુલ અગ્રવાલ મારફતે દાખલ કરવામાં આવેલી બોમ્બે હાઈકોર્ટ સમક્ષની અરજીમાં, કપૂરે 14 ઓગસ્ટના વિશેષ અદાલતના આદેશને રદ કરવાની અને કસ્ટોડિયલ પૂછપરછ અને ત્યારબાદની તમામ કાર્યવાહી ગેરકાયદેસર હોવાનું જાહેર કરવાની માંગ કરી હતી.તેમજ વળતરની પણ માંગ કરી હતી.

દરમિયાન એક અલગ અરજીમાં, કપૂરની પુત્રી રાધે કપૂર ટંડને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તપાસ કરવામાં આવતા યસ બેન્ક મની લોન્ડરિંગ કેસમાં વિશેષ કોર્ટ સમક્ષ એક વકીલ મારફતે હાજર રહેવાની પરવાનગી આપવા માટે નિર્દેશો માંગ્યા હતા.

ટંડને, એક બિન-નિવાસી ભારતીય અને યુનાઇટેડ કિંગડમના રહેવાસી છે. તેમણે કોવિડ -19 રોગચાળાને કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે ભારતની મુસાફરી કરવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી.
સ્પેશિયલ ઇડી જજે તેમની કાયમી મુક્તિ માટેની અરજી ફગાવી દીધા બાદ ટંડને હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો.

અરજીમાં તેણીએ દલીલ કરી હતી કે સીબીઆઈ દ્વારા તેની સામે ચાર્જશીટ મુકવામાં આવી નથી કારણ કે તેની સામે કોઈ કાર્યવાહી કરવા યોગ્ય પુરાવા મળ્યા નથી. તેથી, તેણીને રૂબરૂ હાજર રહેવામાંથી મુક્તિ મળવી જોઈએ તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:26 am IST)