Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

કેનેડાની ચૂંટણીમાં ભારતીય મૂળના ૧૭ નેતાઓનો વિજય

જગમિતસિંહ અને સંરક્ષણ પ્રધાન હરજિતસિંહ સજ્જન સહિત ભારતીય મૂળના ૧૭ નેતાઓની જીત : જગમીતસિંહની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી ૨૭ બેઠક જીતતા જગમીતસિંહ ફરી વખત કિંગ મેકરની ભૂમિકામાં

કેનેડાની સંસદીય ચૂંટણીમાં ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (એનડીપી)ના નેતા જગમિતસિંહ અને સંરક્ષણ પ્રધાન હરજિતસિંહ સજ્જન સહિત ભારતીય મૂળના ૧૭ નેતાઓનો વિજય થયો છે. તે સાથે જ લિબરલ પાર્ટીના નેતા અને વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ફરી સત્તામાં પાછા ફર્યા છે. બીજી તરફ ભારતીય મૂળના પંજાબી નેતા જગમીતસિંહની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી ૨૭ બેઠક જીતેલી છે. તેના કારણે જગમીતસિંહ ફરી વખત કિંગ મેકરની ભૂમિકામાં આવી ગયા છે

(12:57 pm IST)