Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ખેડૂત આંદોલન : દિલ્હી-હરિયાણા બોર્ડર પરનો ટ્રાફિક જામ ખતમ કરાવવા બહાદુરગઢના વેપારીઓની હાઇકોર્ટમાં પિટિશન : 15 નવેમ્બરના રોજ સુનાવણી

ન્યુદિલ્હી : નવા કૃષિ કાનૂન વિરુદ્ધ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને કારણે દિલ્હી-હરિયાણા બોર્ડર પરનો ટ્રાફિક જામ થઇ જતો હોવાથી તે  ખતમ કરાવવા બહાદુરગઢના વેપારીઓએ હાઇકોર્ટમાં પિટિશન કરી છે.

મુખ્ય ન્યાયાધીશ ડી.એન. પટેલ અને જસ્ટિસ અમિત બંસલને દિલ્હી પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી કે આવી ત્રણ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, જેણે આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરી છે.

ખંડપીઠે અરજદારના વકીલને સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખલ કરેલી અરજીઓની પુષ્ટિ કરવા અને સુપ્રીમ કોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશોની તપાસ કરવા કહ્યું જેથી હાઇકોર્ટ કોઇ વિરોધાભાસી આદેશો પસાર કરી શકે નહીં. કોર્ટે આ મામલે સુનાવણીની આગામી તારીખ 15 નવેમ્બર નક્કી કરી છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(1:27 pm IST)