Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

કોરોનાના ગંભીર લક્ષણોથી નવી બિમારી ડિલિરિયમનું સંકટ : મગજ થઈ શકે છે ખરાબ

બીએમજે ઓપન મેગેઝીનમાં પ્રકાશિત અધ્યયનમાં ખુલાસો : ૭૩ ટકા દર્દીઓને ડિલિરિયમ નામની બિમારી હોવાનું સામે આવ્યું

નવી દિલ્હી તા.૨૩: અમેરિકામાં કોરોનાની શરુઆતમાં સંક્રમણના કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા ૧૫૦ દર્દીઓના અધ્યયનમાં એ જોવા મળ્યું છે કે ૭૩ ટકા દર્દીઓને ડિલિરિયમ નામની બિમારી હતી. ડિલિરિયમ ચિત્તવિભ્રમની એક ગંભીર સ્થિતિ છે. જેમાં દિમાગના યોગ્ય રીતે કામ ન કરવાથી વ્યકિત ભ્રમ, ઉત્તેજનામાં રહે છે અને સ્પષ્ટ રુપથી સમજી વિચારી નથી શકતો. મેગેઝિન 'બીએમજે ઓપન'માં પ્રકાશિત અધ્યયનમાં એ જોવા મળ્યું કે ડિલિરિયમ ન દર્દી હાઈ બ્લડ પ્રેશર અને ડાયબિટિસ જેવી બિમારીથી પણ પીડિત રહે છે અને તેમા કોવિડ સંબંધી લક્ષણો વધારે ગંભીર જોવા મળે છે.

અમેરિકામાં મિશિગન યુનિના અધ્યયનના લેખક ફિલિપ વ્લીસાઈડ્સે કહ્યું કોવિડનો સંબંધ અનેક અન્ય પ્રતિકૂળ પરિણામોથી છે જેમાં લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ રહેવુ પડી શકે છે અને સ્વસ્થ્ય થવામાં સમસ્યા આવી શકે. અધ્યયન કર્તાઓને માર્ચ અને મે ૨૦૨૦ની વચ્ચે આઈસીયૂમાં દાખલ રહેલા દર્દીઓના એક ગ્રુપને હોસ્પિટલમાંથી રજા આપી દીધા બાદ તેમનો મેડિકલ રોકોર્ડ અને ટેલિફોન પર કરવામાં આવેલા સર્વેક્ષણનો ઉપયોગ કરવામાં આવ્યો.

અનુસંધાનકર્તાઓએ જોયું કે ડિલિરિયમથી દિમાગમાં ઓકસીજનની અછત હોઈ શકે છે અને સાથે જ લોહીના થક્કા જામ કરી શકે છે આઘત આવી શકે છે.  જેનાથી સમજવાની ક્ષમતા ખોવાઈ શકે છે. તેમણે જણાવ્યું છે ડિલિરિયમના દર્દીઓના દિમાગમાં સોજો વધી જાય છે. દિમાગમાં સોજાથી ભ્રમ અને બેચેની વધી શકે છે.

અધ્યયનમાં એમ પણ જોવા મળ્યું કે હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પણ સમજવાની ક્ષમતા જતી રહેવાની સ્થિતિ બનેલી રહી શકે છે. લગભગ એક ચતૃાંથ દર્દી હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ડિલીરિયમથી પીડિત જોવા મળ્યા. કેટલાક દર્દીઓમાં આ લક્ષણો મહિનાઓ સુધી રહે છે. આનાથી હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પણ સ્વસ્થ થવાની પ્રક્રિયા હજું વધારે મુશ્કેલ થઈ શકે છે. ફિલિપે કહ્યું કે નિષ્કર્ષ તરીકે એ કહી શકાય છે કે કોરોનાના ગંભીર લક્ષણોની સાથે હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને અવસાદ ગ્રસ્ત અને ડિલિરિયમથી પીડિત થવાની શક્યતા વધારે છે.

તેમણે કહ્યું કે કુલ મળીને આ અધ્યયન જણાવે છે કે કેમ રસી લગાવવાનું અને ગંભીર રુપની બિમારીથી બચવું આટલું મહત્વપૂર્ણ છે. આનાથી તંત્રિકા સંબંધી લાંબાગાળાની અસર થઈ શકે છે. જે અંગે શક્ય છે કે આપણે એટલી વાતો નથી કરતા જેટલી કરવી જોઈએ.

(2:56 pm IST)