Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ડેડલાઈન ચૂકી શકે છે ગગનયાન મિશનઃ ઈસરોએ અંતરિક્ષ મિશનની સંખ્યા ૧૬ થી ઘટાડી ૫ કરી

નવી દિલ્હી:તા.૨૩: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)એ કોરોના મહામારીને જોતા ભલે પોતાના ૧૬ અંતરિક્ષ મિશનને ઘટાડીને ૫ કરી દેવામાં આવી છે. પરંતુ આના પૂરા થવાની સંભાવના ઘણી ઓછી જોવા મળી રહી છે. ISROનીપહેલા માનવ રહિત ગગનયાન મિશનના પ્રક્ષેપણ આ વર્ષે ડિસેમ્બરના અંત કરવાની વાત કરવામાં આવી હતી. પરંતુ એવું લાગે છે કે આ મિશનને પુરુ કરવામાં થોડો સમય લાગી શકે છે.

ISRO આ વર્ષે ગગનયાન મિશનના હેઠળ પૃથ્વી પર ઓબ્જર્વેશન રાખનારા ૨ સેટેલાઈટ, એક નેવિગેશન સેટેલાઈટ જયારે પહેલી માનવ રહિત અને સમગ્ર રીતે વૈજ્ઞાનિક મિશન પર આધારિત સેટેલાઈટ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છે. જેમાંથી ૨ મિશન સેટેલાઈટ લોન્ચ કરવા માટે નવા લોન્ચ વ્હીકલનો ઉપયોગ કરવામાં આવશે. ઈસરોએ આ લોન્ચ વ્હીકલનો ઉપયોગ કરીને ૨ નવા સેટેલાઈટ મોકલવાની પોતાની તૈયારી પુરી પણ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી જેટલા પણ કમર્શિલ સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યા છે. તેમાં SSLV નો ઉપયોગ થયો છે.

આ વર્ષે અત્યાર સુધી ફકત ર પ્રક્ષેપણ થયા છે. જેમાંથી એક સંપૂર્ણ રીતે કમર્શિયલ PSLV C-51 છે. જે ફેબ્રુઆરીમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. આના માધ્યમથી બ્રાઝિલના Amazonia-1 ને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે બીજી તરફ ઓગસ્ટમાં લોન્ચ કરવામાં આવેલા GSLV-F10 છે. જે ભારતીય EOS-03 ને અંતરિક્ષમાં લઈ જવામાં નિષ્ફળ રહ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે અંતરિક્ષ એજન્સીએ આ વર્ષના અંત સુધી વધુ ત્રણ મિશનની તૈયારી કરી છે જેમાં SSLVની પહેલી વિકાસ ઉડાન પણ સામેલ છે. જયારે 2 અન્ય EOS-04 અને EOS-06 ને લોન્ચ કરવાની તૈયારી પૂરી કરી લીધી છે. આ મિશન પુરુ કરવા માટે PSLV નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો કે એજન્સીના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે નામ ન આપવાની શરત પર કહ્યું કે આ વર્ષે ત્રણ મિશન પુરુ થવું અશકય જણાઈ રહ્યું છે.

(2:58 pm IST)