Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

શું તમારી પાસે ચીની ફોન છે? મહેરબાની કરીને ફેંકી દયોઃ લીથુઆનિયા સરકારે દુનિયાને આપી ચેતવણી

શાઓમી -હુવાવે ફોન સેન્સર કરે છેઃ જાસુસ થઇ શકે છે

 

બીજીંગ, તા.૨૩: લીથુઆનીયાના સંરક્ષણ મંત્રાલયે પોતાના નાગરિકોને ચાઇનીઝ ફોન ખરીદવાનું ટાળવા ભલામણ કરી છે અને લોકોને પોતાના ચાઇનીઝ ફોન ફેંકી દેવાની સલાહ આપી છે. ચાઇનીઝ ફોનમાં બીલ્ટઇન સેન્સરશીપ કેપેલીબીટી હોવાનું એક રીપોર્ટમાં બહાર આવ્યા પછી આ પગલું લેવાયુ છે.

ચીનની સ્માર્ટફોનની જાયન્ટ કંપની શાઓમી કોર્પના મોટાભાગના ફોનમાં ફ્રી તિબેટ, લોંગલીવ નાઇવાન ઇન્ડીપેન્ડન્સ અથવા ડેમોક્રસી મુવમેંટ જેવા સ્લોગનોને ડીટેકટ કરીને સેન્સર કરવાની ક્ષમતા હોવાનું મંગળવારે લીથુઆનીયાની સરકારી સાઇબર સીકયુરીટીએ જણાવ્યું હતું.યુરોપીયન યુનીયન રીજીયનમાં ફોનનું આ સોફટવેર ટર્ન્ડ ઓફ મોડમાં આવે છે પણ તે ગમે ત્યારે રીમોટલી ટર્ન્ડ ઓન થઇ શકે છે તેવું સંરક્ષણ મંત્રાલયના સાયબર સીકયોરીટી સેન્ટરના રીપોર્ટમાં કહેવાયું છે.નાયબ સંરક્ષણ પ્રધાન માર્ગરીસ અબુકેવીસીયસે રીપોર્ટ બતાવીને પત્રકાર પરિષદમાં કહ્યું કે લોકોને નવા ચાઇનીઝ ફોન ના ખરીદવા અને જેમની પાસે ચાઇનીઝ ફોન હોય તેમને તેનાથી છૂટકારો મેળવવાની સલાહ આપીએ છીએ.

(3:26 pm IST)