Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

મૉર્નિંગ વોક પર નીકળેલા ન્યાયાધીશશ્રીને જાણી જાઇને ઓટો રીક્ષા ચાલકે ટક્કર મારી હતી’ઃ ધનબાદ કોર્ટના જજ ઉત્તમ આનંદના મોત બાબતે સીબીઆઇઍ હાઇકોર્ટને આપી જાણકારી

આ ઘટનાની તપાસ દરમિયાન અધ્યયન માટે સીબીઆઇઍ દેશભરમાં ૪ અલગ-અલગ ફોરેન્સીક ટીમો કામે લગાડી છે

રાંચી: ધનબાદ કોર્ટના જજ ઉત્તમ આનંદના મોત મામલે સીબીઆઇએ હાઇકોર્ટમાં જાણકારી આપી છે. સીબીઆઇએ હાઇકોર્ટમાં જણાવ્યુ કે ડ્રાઇવરે જાણી જોઇને ટક્કર મારી હતી. આ ટક્કર બાદ જજ ઉત્તમ આનંદની મોત થયુ હતુ. ડ્રાઇવર ઓટો રિક્ષા સહિત ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો.

સુનાવણી દરમિયાન સીબીઆઇના જોઇન્ટ ડિરેક્ટરે કહ્યુ કે તપાસ એજન્સી આ ઘટનાના દરેક એન્ગલથી તપાસ કરી રહી છે, તેમણે જણાવ્યુ કે તપાસ ચાલુ છે અને દરેક પાસાને ધ્યાનમાં રાખતા તપાસ એજન્સી આગળ વધી રહી છે. ઘટના સાંભળ્યા બાદ કોર્ટે સીબીઆઇને કહ્યુ કે આવતા અઠવાડિયે પ્રગતિ રિપોર્ટ રજૂ કરે.

કેવી રીતે બની હતી ઘટના

આ ઘટનાની તપાસ દરમિયાન પુરાવાનું અધ્યયન કરવા માટે સીબીઆઇએ દેશમાં ચાર અલગ અલગ ફોરેન્સિક ટીમોને કામમાં લગાવી છે. મહત્વપૂર્ણ છે કે ધનબાદના 49 વર્ષીય જિલ્લા જજ ઉત્તમ આનંદ 28 જુલાઇએ મૉર્નિંગ વોક માટે નીકળ્યા હતા, તે સમયે એક રીક્ષાએ તેમણે ટક્કર મારી હતી. ટક્કર બાદ જજ ઉત્તમ આનંદનું મોત થયુ હતુ. આ ઘટના એક સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.

સીબીઆઇએ આ ઘટનાની તપાસ માટે ગુજરાતના ગાંધીનગરમાં બે આરોપીઓની બ્રેન મેપિંગ અને નાર્કો એનાલિસિસ અથવા લાઇ-ડિટેક્ટર ટેસ્ટ કરાવ્યો હતો. તપાસ એજન્સી સીબીઆઇ આ રિપોર્ટનું અધ્યયન કરવામાં જોડાયેલી છે. કહેવામાં આવી રહ્યુ છે કે તપાસ એજન્સી સીબીઆઇ અંતિમ તબક્કામાં પહોચી ચુકી છે. સુત્રોની માનીએ તો સીબીઆઇ હવે પોતાની તપાસના પરિણામ સાથે ફોરેન્સિક રિપોર્ટની પૃષ્ટી કરવામાં જોડાયેલી છે.

રિપોર્ટનું અધ્યયન કરી રહ્યુ છે CBI

આ ઘટનાની તપાસ દરમિયાન પૂરાવાનું અધ્યયન કરવા માટે સીબીઆઇએ દેશભરમાં ચાર અલગ અલગ ફોરેન્સિક ટીમોને કામે લગાડી છે. મહત્વપૂર્ણ છે કે ધનબાદના 49 વર્ષીય જિલ્લા જજ ઉત્તમ આનંદનુ 28 જુલાઇએ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા તે સમયે એક રીક્ષાએ તેમણે ટક્કર મારી હતી. ટક્કર બાદ જજનું મોત થયુ હતુ. આ ઘટના એક સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.

(5:40 pm IST)