Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ચીનની ગુફામાં ચામાચીડિયામાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા

વૈજ્ઞાનિકોના અધ્યયનમાં મોટો ખુલાસો થયો : ચીનના વુહાન લેબમાં ચામાચિડીયા પર કરાયેલા પ્રયોગ દરમિયાન લીક થવાથી કોરોના સંક્રમણ ફેલાયાનો દાવો

વિયેન્ટિઅન પ્રીફેક્ચર, તા.૨૩ : સમગ્ર દુનિયાને પોતાની ચપેટમાં લેનારા કોરોના સંક્રમણનો ફેલાવો ચામાચિડીયાથી થયો. માટે તેમને જવાબદાર માનવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે ચીનમાં ચામાચિડીયાથી મનુષ્યમાં કોરોના વાયરસ આવ્યો. ૨૦૧૯ના અંતમાં ચીનમાં કોરોના ફેલાયા બાદ વાયરસે લાખો લોકોના જીવ લીધા.

 અત્યાર સુધી દુનિયામાં બે કરોડથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે કરોડો લોકો હજુ પણ બીમારીની ચપેટમાં છે. વૈજ્ઞાનિકોએ એક અધ્યયનમાં નવો ખુલાસો કર્યો છે કે લાઓસની ગુફાઓમાં જે ચામાચિડીયા મળ્યા છે, તેમાં કોરોના સંક્રમણ જેવા લક્ષણ જોવા મળી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ ખુલાસા બાદ લોકોની અંદર એકવાર ફરીથી કોરોનાની ત્રીજી લહેરને લઈને ડર પેદા થઈ ગયો છે. િ

વશેષજ્ઞોએ સ્પષ્ટ કરી દીધુ છે કે ચામાચિડીયા મનુષ્યને સીધા સંક્રમિત કરીને જીવ લઈ શકે છે. કોરોના સંક્રમણ ફેલાવવા માટે ચામાચિડીયાને જવાબદાર માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે ચીનના વુહાન લેબમાં ચામાચિડીયા પર કરવામાં આવી રહેલા પ્રયોગ દરમિયાન લીક થવાથી કોરોના સંક્રમણ ફેલાવવા અને ઘણુ જલ્દી લોકોને પોતાની ચપેટમાં લેવાનુ શરૂ કરી દીધું.

(7:31 pm IST)