Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

ભારતમાં વર્ષે 90.000 કરોડના ભોજનની બરબાદી : પ્રતિ વ્યક્તિ એવરેજ 50 કિલો ભોજનનો કરે છે બગાડ

દેશમાં ઉત્પાદનના લગભગ 40 ટકા સુધી ભોજન બરબાદ થાય છે.

નવી દિલ્હી : દર વર્ષે લાખો ટન ભોજન અને અનાજ બરબાદ થાય છે. તેમ છતાં દુનિયામાં ઘણા લોકોને ભૂખ્યા સુવાનો વારો આવે છે. ભારતમાં પ્રતિ વ્યક્તિ દર વર્ષે એવરેજ 50 કિલો સુધી ભોજન બરબાદ થાય છે.આ આંકડા ચોંકાવનારા છે. જેટલી મોટી જનસંખ્યા એટલી ભોજનની વધુ બરબાદી. ભોજનની બરબાદીના મામલામાં ચીન બાદ ભારત દુનિયામાં બીજા સ્થાને છે.

પર્યાપ્ત ફૂડ પ્રોડક્શન છતાં યુનાઇટેડ નેશનના આંકડા જણાવે છે કે લગભગ 190 મિલિયન ભારતીય કુપોષિત છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર ભારતમાં ઘરેલૂ Food Waste લગભગ 68.7 મિલિયન ટન વાર્ષિક છે. તમને જણાવી દઈએ કે ભારતમાં ભોજનની બરબાદીની કિંમત લગભગ 90,000 કરોડ રૂપિયા વાર્ષિક પહોંચી ચુકી છે.

United Nations Environment Program (UNEP) અને સહયોગી સંગઠન WRAP Food Waste Index Report 2021 પ્રમાણે 2019માં લગભગ 931 મિલિયન ટન ખાદ્ય સામગ્રી બરબાદ થઈ છે. જેમાંથી 61 ટકા ઘરોમાં, 26 ટકા ફુડ સર્વિસ અને છુટક 13 ટકા છે. તો આંકડા પર ધ્યાન આપીએ તો ખ્યાલ આવે છે કે અંદાજિત ભારતમાં દરેક વ્યક્તિ વર્ષે લગભગ 50 કિલોગ્રામ સુધી ભોજન બરબાદ કરે છે. દેશમાં ભોજનની બરબાદીનો આંકડો વાર્ષિક 68,760,163 ટન સુધી પહોંચી ચુક્યો છે.

જો વિશ્વની વાત કરવામાં આવે તો અમેરિકામાં એવરેજ 59 કિલોગ્રામ વાર્ષિક ભોજન એક વ્યક્તિ બરબાદ કરે છે. એમ કહી શકાય કે અમેરિકા જેવા વિકસિત દેશોમાં પણ વાર્ષિક 19,359,951 ટન ભોજન કે ખાવાનો સામાન બરબાદ થાય છે. તો આ લિસ્ટમાં નંબર વન દેશ ચીનની વાત કરીએ તો ત્યાં વર્ષમાં એક વ્યક્તિ 64 કિલોગ્રામ ભોજન નષ્ટ કરી દે છે. અહીં લગભગ વર્ષે 91,646,213 ટન સુધી ભોજનની બરબાદી થાય છે.

  દુનિયાભરમાં એક તૃતીયાંશ ભોજન બરબાદ થાય છે. જો આપણે ભોજનની બરબાદી પર લગામ લગાવીઓ તો 3 અબજ લોકોનું પેટ સરળતાથી ભરી શકાય છે. પ્રકૃતિ માટે ભોજનની બરબાદી નુકસાનકારક છે. જો આપણે ભોજનને બગડતું અટકાવીએ તો તે ચારમાંથી એક કારને રસ્તાપરથી હટાવવા બરાબર થશે. એક આંકડા અનુસાર ભારતમાં એવરેજ એક વ્યક્તિ દરરોજ 137 ગ્રામ ભોજન બરબાદ કરે છે. દેશમાં ઉત્પાદનના લગભગ 40 ટકા સુધી ભોજન બરબાદ થાય છે. જે એક વર્ષમાં 92 હજાર કરોડ રૂપિયા બરાબર છે.

ભોજનની બરબાદી રોકવા માટે એક એવું પગલું છે જે આપણા દેશ અને ગ્રહને રહેવા માટે એક સારી જગ્યા બનાવી શકે છે. આ ખુબ સરળ આદત છે, જે માટે આપણે આપણી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરવો પડશે.

(12:21 am IST)