Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

મેક્સિકોમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ :અનેક ઇમારતોને નુકસાન:બે લોકોના કરૂણમોત

પશ્ચિમ મિકોઆકાનમાં પ્રશાંત તટ નજીક દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં લગભગ 24.1 કિમીની ઊંડાઈએ:ભૂકંપનું કેન્દ્રબિંદુ :સમગ્ર મિચોઆકન પ્રાંતમાં આંચકા અનુભવાયા

મેક્સિકોની રાજધાનીમાં 6.8ની તીવ્રતાના ભૂકંપમાં અનેક ઈમારતોને નુકસાન થયું છે અને બે લોકોના મોત થયા છે. ત્રણ દિવસ પહેલા મધ્ય મેક્સિકોમાં 7.6ની તીવ્રતાના ભૂકંપમાં બે લોકોના મોત થયા હતા.

  તાજેતરના ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ મિકોઆકનમાં પ્રશાંત તટ નજીક દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં આશરે 24.1 કિમીની ઊંડાઈએ હતું. સમગ્ર મિકોઆકન પ્રાંતમાં આંચકા અનુભવાયા હતા, જ્યારે ઉરુવાનમાં એક ઈમારતને નુકસાન થયું હતું અને મિકોઆકનથી ગ્યુરેરોને જોડતા હાઈવે પર ભૂસ્ખલન થયું હતું. અગાઉ 20 સપ્ટેમ્બરના રોજ, પ્રથમ બે વિનાશક ધરતીકંપોની વર્ષગાંઠના રોજ, સોમવારે મેક્સિકોના મધ્ય પેસિફિક કિનારે 7.6-ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. દેશની રાજધાનીમાં ભૂકંપ આવતાં જ એલાર્મ વાગ્યું હતું.

  યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપ સ્થાનિક સમય અનુસાર બપોરે 1.05 વાગ્યે આવ્યો હતો. આ ભૂકંપમાં અનેક ઈમારતો ધરાશાયી થઈ હોવાના અહેવાલ છે. અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો હતો.

(12:36 am IST)