Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

આ દિવાળીએ દરેકને ફરવા જવું છે

કોરોના પછી ટ્રાવેલ બુકીંગમાં જોરદાર ઉછાળો

નવી દિલ્‍હી, તા.૨૩: ટ્રાવેલ અને હોસ્‍પિીટાલીટી કંપનીના એકઝીકયુટીવોનું કહેવુ છે આગામી તહેવારી સીઝન અને શિયાળુ વેકેશન દરમ્‍યાન પ્રવાસનું વલણ ઓલટાઇમ હાઇ જોવા મળી રહ્યું છે અને તે કોરોના મહામારી પહેલાના સ્‍તર કરતા ઘણું વધારે છે.

મેઇક માય ટ્રીપ અને ગોઆઇબીબોના સીઓઓ વિપુલ પ્રકાશે કહ્યું, ‘અત્‍યારના આંકડાઓ દર્શાવે છે કે મહામારી પછી આ વખતની સીઝનમાં બુકીંગમાં હાઇએસ્‍ટ ઉછાળો જોવા મળે તેવી આશા છે.'

પ્રકાશે કહ્યું, ‘આ આશા જાગવાનું કારણ છે કે અત્‍યારે જ એડવાન્‍સ બુકીંગ ૨૦૧૯ની સીઝન કરતા ૧૨ ટકા વધારે થઇ ગયું છે. અત્‍યારે ગોવા, પોર્ટબ્‍લેર, ઉદયપુર જેવા ફરવાના સ્‍થળોનાં બુકીંગમાં ૪૦ ટકા જેટલો વધારો દેખાઇ રહ્યો છે જયારે ૨ ટાયર અને ૩ ટાયર શહેરોના બુકીંગમાં ૨૬ ટકા જેટલો વધારો મહામારી પહેલાની સરખામણીમાં છે.

એસઓટીસી ટ્રાવેલના એમ ડી વિશાલ સુરીએ કહ્યું, અમારો નફો પાછા આવી રહ્યો છે, ડોમેસ્‍ટીક બીઝનેસ કોરોના પહેલાના સમયની સરખામણીમાં ૧૦૦ ટકાથી પણ વધારે વધી ગયો છે. તેમણે કહ્યું કે દરિયાપારનો ટ્રાવેલ બીઝનેસ ૫૫ થી ૬૦ ટકા વધ્‍યો છે અને તેમાં ઘણો વિકાસ થઇ શકે છે. પણ તેમાં અત્‍યારે વિમાનભાડામાં વધારો અને આંતરરાષ્‍ટ્રીય ભાવ વધારો નડતરરૂપ બની રહ્યો છે.

(10:45 am IST)