Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

ચિત્તાઓનો અન્ય શિકારીઓનો સામનો થશે ત્યારે ખરો પડકાર

૧૭ સપ્ટેમ્બરે કુના અભ્યારણ્યમાં ચિત્તાઓ છોડાયા હતા : ચિત્તાને જંગલમાં છોડાશે તો આનો અર્થ એ નથી કે આની પરથી નજર હટશે, દરેક ચિત્તા માટે સમર્પિત વન સ્ટાફ

નવી દિલ્હી, તા.૨૩ : વન્ય પ્રાણી વિશેષજ્ઞોનુ માનવુ છે કે મધ્ય પ્રદેશના કુનો રાષ્ટ્રીય અભ્યારણ્યમાં દેશમાંથી વિલુપ્ત થયેલા ચિત્તાને વસાવવાની અમુક દાયકાઓની તેમની મહેનત ત્યારે રંગ લાવી જ્યારે નામિબિયાથી આઠ ચિત્તા ત્યાં પહોંચ્યા. આની પાછળ ઘણા વર્ષોની શોધ પણ હતી જેમાં ભારત અને દક્ષિણ આફ્રિકાના વિશેષજ્ઞ સામેલ રહ્યા.

૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુના અભ્યારણ્યમાં ચિત્તાઓને છોડ્યા પરંતુ વિશેષજ્ઞો માને છે કે માત્ર એટલુ જ પુરતુ નથી. તમામ ચિત્તાના ગળામાં કોલર છે અને જંગલમાં પણ સીસીટીવી કેમેરા અને ડ્રોનમાંથી પણ તેમની પર નજર રાખવામાં આવી રહી છે.

અત્યારે આ ચિત્તા ક્વોરન્ટાઈન છે અને એક મહિનો પૂરો થયા બાદ આમને જંગલમાં છોડવામાં આવશે પરંતુ તે બાદ મધ્યપ્રદેશનો વન સ્ટાફ અને કૂનો રાષ્ટ્રીય અભ્યારણ્યના અધિકારીઓની સામે અમુક પડકાર ઉભા થઈ જશે.

રાજ્ય સરકારના મુખ્ય વન રક્ષક અને ચીફ વાઈલ્ડલાઈફ વાર્ડન જસવીર સિંહ ચૌહાણએ કહ્યુ કે પડકાર ત્યારે શરૃ થશે જ્યારે આમનો સામનો અન્ય શિકારીઓ સામે થશે.

તેમણે જણાવ્યુ કે આમ તો અમે તેમના આવ્યા પહેલા જ ખૂબ વ્યવસ્થાઓ કરી લીધી હતી જેવી કે સીસીટીવી કેમેરા જંગલના મોટા ભાગમાં લગાવવામાં આવ્યા છે. કંટ્રોલ રૃમ બનાવાયો છે. અહીં રાત-દિવસ આની પર નજર રાખવામાં આવે છે. જ્યારે આ જંગલમાં છોડી દેવામાં આવશે તો આનો અર્થ એ નથી કે આની પરથી નજર હટી જશે. દરેક ચિત્તા માટે એક સમર્પિત વન સ્ટાફ છે અને દરેક ચિત્તાના ગળામાં કોલર લાગેલા છે જેનાથી તેમની દરેક પ્રવૃતિ પર નજર રહેશે. એ વાતની ચિંતા છે કે ચિત્તા કૂનો રાષ્ટ્રીય પાર્કની આસપાસના ગામમાં ના

ઘૂસી જાય. આ માટે વન વિભાગના વન સ્ટાફને અને ગ્રામીણોને સતર્ક પણ કરવામાં આવી રહ્યા છે.

પરંતુ અમુક વન્ય પ્રાણી વિશેષજ્ઞોને લાગે છે કે આ પડકાર તેથી પણ મોટી છે કેમ કે આ આફ્રિકી ચિત્તા છે ના એશિયાઈ ચિત્તા. આમના જિન્સમાં પણ થોડો ફરક છે.

જોકે ઘણા વર્ષો બાદ ચિત્તાનો પહેલો જથ્થો આવ્યો છે પરંતુ અમુક વિશેષજ્ઞ માને છે કે નામિબિયા અને ખાસ કરીને દક્ષિણ આફ્રિકી ચિત્તા તાકાતવર પરભક્ષીઓનો સામનો કેવી રીતે કરી શકશે. આ ચિંતાનો વિષય છે.

કૂનોમાં હાયના મોટા પ્રમાણમાં વસે છે જે ચિત્તાઓ પર હુમલો પણ કરી દે છે.

દક્ષિણ આફ્રિકા અને નામિબિયામાં આ ચિત્તા સિંહ, વાઘ જેવા પરભક્ષીઓ વચ્ચે રહેતા હતા. આ બંને સ્થળો પર જે હાયના છે તે જૂથમાં રહે છે અને ચિત્તા પર આક્રમણ કરે છે.

આ પરિયોજનામાં બે દાયકા કરતા વધારે સમયથી કામ કરી રહેલા ભારતીય વન સેવાના પૂર્વ અધિકારી હરભજન સિંહ પાબલા નિષ્ણાંત પણ છે અને મધ્ય પ્રદેશના મુખ્ય વન રક્ષક પણ રહી ચૂક્યા છે. એક અન્ય વન્ય પ્રાણી નિષ્ણાંત વાલ્મિકી થાપરનુ કહેવુ છે કે નામિબિયા અને દક્ષિણ આફ્રિકાથી આવેલા ચિત્તાઓ માટે જંગલની અંદર ઘણા બધા દુશ્મન મળશે અને તેમના માટે શિકાર ખૂબ ઓછો ઉપલબ્ધ હશે.

બીજી મહત્વની વાત તેમણે એ જણાવી કે ગ્રાસલેન્ડની અછત. તેઓ આફ્રિકાનુ ઉદાહરણ આપતા કહે છે કે ત્યાં ચિત્તાની વસતી એટલા માટે છે કેમકે ત્યાં તેમને દોડવા માટે મોટો વિસ્તાર કે ગ્રાસલેન્ડ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે તેમણે કહ્યુ કે અહીં એવુ નથી.

આ ક્રમમાં ૧૫૦ની આસપાસના ગામોને આ વિસ્તારથી હટાવીને કૂનો રાષ્ટ્રીય પાર્કમાંથી બહાર અન્ય વિસ્તારમાં વસાવવામાં આવ્યા છે. તે વિસ્તારોને ગ્રાસલેન્ડ તરીકે વિકસિત કરવામાં આવ્યા છે.

(7:24 pm IST)