Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

જો પતિને દોષિત ઠેરવવામાં આવશે તો પીડિત પત્નીનું ભવિષ્ય બરબાદ થઈ જશે : પીડિતા કે જે ઘટના સમયે 17 વર્ષની હતી તેણે સ્વેચ્છાએ આરોપી સાથે લગ્ન કર્યા છે અને તેઓ સુખી દામ્પત્ય જીવન જીવી રહ્યા છે : પીડિતાની અરજીને ધ્યાને લઇ અલ્હાબાદ હાઈકોર્ટે POCSO કેસ રદ કર્યો

અલ્હાબાદ : અલ્હાબાદહાઈકોર્ટે તાજેતરમાં POCSO કેસમાં એક વ્યક્તિ સામેની એફઆઈઆર અને ફોજદારી કાર્યવાહીને રદ કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે આરોપી અને પીડિતા (જે ઘટના સમયે સગીર હતા) એ સ્વેચ્છાએ એકબીજા સાથે લગ્ન કર્યા છે અને તેઓ સુખી દામ્પત્ય જીવન જીવી રહ્યા છે.

જસ્ટિસ મંજુ રાની ચૌહાણે આ કેસને રદબાતલ કરતા અવલોકન કર્યું હતું કે, "હાલના કેસમાં સંડોવાયેલા ગુના માટે અપરાધીઓને સજા કરવી સમાજના હિતમાં છે, જો કે તે જ સમયે પતિ તેની પત્નીની કાળજી લે છે. જો પતિને દોષિત ઠેરવવામાં આવે અને સામાજિક હિતમાં સજા આપવામાં આવે તો પત્ની મુશ્કેલીમાં મુકાય અને તેનું ભવિષ્ય બરબાદ થઈ જાય. તેમના કલ્યાણ માટે પરિવારને સ્થાયી કરવો તે  પણ સમાજના હિતમાં છે.

પીડિતાના મામાએ આરોપી વિરુદ્ધ કલમ 363, 366 અને 376 IPC અને POCSO એક્ટની કલમ 3/4 હેઠળ FIR નોંધાવી હતી. આરોપ છે કે આરોપીએ પીડિતા (તે સમયે 17 વર્ષની સગીર) સાથે બળાત્કાર કર્યો હતો. જો કે, આરોપીઓએ સીઆરપીસીની કલમ 482 હેઠળ અરજી દાખલ કરીને એફઆઈઆરને તાત્કાલિક રદ કરવાની માંગ કરી હતી. પીડિતા પણ કોર્ટમાં હાજર થઈ અને કહ્યું કે તેના મામાએ તેના લગ્ન જીવનને બરબાદ કરવાના પ્રયાસમાં એફઆઈઆર નોંધાવી હતી.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(8:00 pm IST)