Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

ઉદ્ધવ ઠાકરેના શિવસેના જૂથને શિવાજી પાર્કમાં દશેરા રેલી યોજવાની મંજૂરી : મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેલી યોજવાની પરવાનગી આપવાનો ઇનકાર કરતા આદેશને હાઇકોર્ટે રદ કર્યો

મુંબઈ : બોમ્બે હાઈકોર્ટે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથને શિવાજી પાર્કમાં દશેરા રેલી યોજવાની મંજૂરી આપી છે.

જસ્ટિસ આરડી ધાનુકા અને કમલ ખાટાની બેન્ચે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા રેલી યોજવાની પરવાનગી આપવાનો ઇનકાર કરતા આદેશને રદ કર્યો છે.

બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને નિર્દેશ આપ્યો કે તે શિવસેનાના ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળા જૂથને આ વર્ષે મુંબઈના દાદરમાં શિવાજી પાર્ક ખાતે વાર્ષિક દશેરા રેલી યોજવાની પરવાનગી આપે.

કોર્ટે કહ્યું, "અમારો મત એ છે કે BMC દ્વારા લેવાયેલો નિર્ણય સાચો નિર્ણય નથી."

કોર્ટે શિવસેનાને 2 થી 6 ઓક્ટોબર, 2022 વચ્ચે શિવાજી પાર્કમાં રેલી યોજવાની મંજૂરી આપી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:44 pm IST)