Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

લેબગ્રોન ડાયમંડની હીરાની ચમકમાં વધારો :નિકાસમાં 55 ટકાનો વધારો

. વિદેશોમાં પણ લેબડ્યોન ડાયમંડની માંગ સતત વધી હોવાથી લેબગ્રોન હીરાની નિકાસમાં વધારો યથાવત

વિદેશોમાં જ્વેલરીમાં લેબગ્રોન ડાયમંડ એફોર્ડેબલ જ્વેલરી તરીકે મધ્યમ વર્ગીય પરિવારની પસંદગી બની જતા ત્યાં લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ સતત વધી રહી છે. આવનારા દિવસોમાં ક્રિસમસ માટેની ખરીદી નીકળશે ત્યારે નિકાસમાં સારો એવો વધારો આવે તેવી સંભાવના છે

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ પાછલા વર્ષે ઓગસ્ટ મહીનામાં 125.30 યુએસ મિલિયન ડોલરના લેબોન ડાયમંડની નિકાસ કરવામાં આવી હતી. જેની સામે ચાલુ વર્ષે 143.12 મિલિયન યુ.એસ ડોલરના હીરાની નિકાસ થઇ હતી. જે આશરે 55 ટકા વધારે છે. જ્યારે નેચરલ હીરાની નિકાસમાં જુલાઇ પછી ઓગસ્ટ મહીનામાં પણ ઘટાડો યથાવત રહ્યો છે. ગત વર્ષે ઓગસ્ટ મહીનામા 2031.67 મિલિયન યુ,એસ ડોલરના નેચરલ હીરાની નિકાસ થઇ હતી. જેમાં ચાલુ વર્ષે 3.68 ટકાનો ઘટાડો થયો છે અને નિકાસ 1879.74 મિલિયન ડોલર પર પહોંચી ગયુ હતુ. જુલાઇ મહીનામાં પણ નેચરલ હીરાની નિકાસમાં 2.76 ટકાનો ઘટાડો થયો હતો. નેચરલ હીરાની ડિમાન્ડમાં ઘટાડો થવા પાછળ વૈશ્વિક સ્તરે નેચરલ હીરાની માંગમાં ઘટાડાને જવાબદાર માનવામાં આવી રહ્યુ છે. જ્યારે લેબગ્નોન હીરાની નિકાસ વધવા પાછળ તેને એફોર્ડેબલ જ્વેલરી તરીકે લોકો તરફથી ડિમાન્ડ વધી રહી હોવાનું કારણ ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.

  લેબોન હીરાનું ઉત્પાદન વધ્યુ છે તેની સાથે-સાથે માર્કેટિંગ પણ વધી છે અને લોકો તેને પસંદ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા અને યુકેના દેશોમાં પણ સતત લેબોન હીરાની માંગ વધી રહી છે. મધ્યમ વર્ગીય પરિવાર તેમજ નવી પેઢીના યુવાઓ પણ એફોર્ડેબલ જ્વેલરી તરીકે લેબોન ડાયમંડની જ્વેલરી પસંદ કરી રહ્યા છે. આવનારા પાંચ સાત વર્ષોમાં લેબોન હીરાના વેપારમાં મોટાપાયે વધારો થાય તેવી સંભાવના છે. જેમ્સ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન વિપુલ શાહે માહિતી આપતા જણાવ્યું હતું

(11:52 pm IST)