Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

આઝાદી

''જે વ્યકિત કહે છે. ' કઇપણ બને હુ આનદીત જ રહીશ. પરીસ્થીતીથી મને કોઇ ફરક પડતો નથી. કોઇપણ- પરીકથીભીમા હુ ખુશ થવાનો રસ્તો શોધી લઇશ' તે વ્યકિત-આઝાદ છે.''

કોઇ પણ પ્રકારના રાજકારણથી ફરજ નહી પડે. બહારની દુનીયાની પરીસ્થીતી બદલવાથી કોઇ ફરક નહી પડે. ગરીબ અથવા ધનવાન, ભીખારી અથવા રાજા, આઝાદ, વ્યકિત સમાન જ રહે છે. તેની અંદરની મનોદશામાં કોઇ ફેરફાર થતો નથી.

ધ્યાનનો આ જ ધ્યેય છે-આ પ્રકારની શાંતી અને સ્થીરતા પામવી જે બીનશરતી છે. પછી જે કઇપણ બનશે તમે ખુશ રહેશો તમે ખુબ જ ખુશ રહેશો તમારી ઇચ્છાઓને ત્યાગી દો અને તમે જોશો કે તમે જે ઇચ્છતા હતા તે પોતાની જાતે જ થવાની શરૂઆત થઇ જશે. અચાનક બધુ જ સરળ થઇ જશે. બધુ બધ બેસી જશે.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:00 am IST)