Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

છતીસગઢના આદિવાસી વિસ્તારોમાં અજીબ પંરપરાઃ થાય છે ભાઇ-બહેનના લગ્ન : પાણી સમક્ષ ફેરા

લગ્ન કરવામાં લોહીનો સંબંધ જોવાતો નથી

નવી દિલ્હી,તા. ૨૩: લગ્ન જેવા બંધનમાં બંધાઈને બે લોકો જીવનભર માટે એકબીજાના થઈ જાય છે. વિશ્વભરમાં વિવિધ પ્રકારની પરંપરાઓ અને ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે, જે પ્રાચીન કાળથી લોકો આવ વિધિઓને અનુસરે છે. તેમ જ દુનિયામાં કેટલીક એવી પણ પરંપરઓ છે જે જાણીને તમે ખૂબ હેરાન થઈ જશો. આજે આપણે વાત કરવાના છે છત્ત્।ીસગઢના આદિવાસીની એક એવી જ અજીબ પરંપરા વિશે, જે જાણીને તમે હેરાન થઈ જશો. તો આવો જાણીએ લગ્નને લઈને છત્ત્।ીસગઢમાં એક એવી અજીબ પરંપરા વિશે.

છત્ત્।ીસગઢના આદિવાસી વિસ્તાર ધુરવા જનજાતિના લોકોમાં લોહીના સંબંધ માનતા નથી. જેને કારણે આ જનજાતિના લોકો બહેનની દીકરી સાથે પોતાના પુત્રનો સંબંધ નક્કી કરી દે છે. લગ્ન માટે ફકત દ્યરના લોકોની જ મરજી પૂછવામાં આવે છે. આ લગ્ન સંબંધને લઈને આપત્ત્િ। વ્યકત કરવા પર દંડ ફટકારવામાં આવે છે. છત્ત્।ીસગઢ ટ્રાયબલ વિસ્તારમાં લગ્નને લઈને આજે પણ આપણને અજીબ લાગતી માન્યતાનું પાલન કરવામાં આવે છે.

ભાઈ-બહેન સાથે લગ્ન કરે છે, પરંતુ આ લગ્ન સિવાય ગામના લોકો અન્ય એક અજીબ પરંપરાનું પણ પાલન કરે છે. જેમાં વર-વધૂ લગ્ન માટે અગ્નિને નહીં પરંતુ પાણીને સાક્ષી માનીને સાતફેરા લે છે. અહીં કોઈપણ પ્રસંગ દરમિયાન પાણી અને વૃક્ષની પૂજા કરવામાં આવે છે. તે સિવાય વર-વધૂ જયારે લગ્નના ફેરા લે છે, ત્યારે આખા ગામના લોકો આ લગ્નમાં સામેલ થાય છે. બદલાતા સમયની સાથે છોકરાના લગ્ન હવે ૨૧ વર્ષ અને છોકરીઓ લગ્ન ૧૮ વર્ષે કરી રહ્યા છે.

(10:04 am IST)