Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

દક્ષિણના રાજ્યોમાં ' ગતિ ' વાવાઝોડાનો ખતરો:પોંડિચેરી- તમિલનાડુમાં તોફાની વરસાદની ચેતવણી

અરબી સમુદ્રના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં સીરીયર સાઈક્લોનિક સર્ક્યુલેશન ઉદ્ભવ્યું : આંધ્ર પ્રદેશ, તેલંગાણામા પણ ભારે વરસાદની આગાહી

નવી દિલ્હી : અરબી સમુદ્રના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં સીરીયર સાઈક્લોનિક સર્ક્યુલેશન ઉદ્ભવ્યું છે અને તે ગણતરીના કલાકોમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ઉદભવેલા આ વાવાઝોડાને ગતિ નામ આપવામાં આવ્યું છે અને તેની ઝડપ પ્રતિ કલાકના 130 કિલોમીટરથી વધીને 155 કિલોમીટરની આસપાસ રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. ગતિ વાવાઝોડું શ્રીલંકા તરફ આગળ વધશે પરંતુ તે પહેલા તામિલનાડુ અને પોંડિચેરી સહિતના દક્ષિણના અનેક રાજ્યોને પોતાની અસરમાં લઇ લેશે .સૌથી વધુ પ્રભાવિત થવાની શક્યતા તામિલનાડુ અને પોંડિચેરીમાં છે. કરાઈકલ અને મહાબલીપુરમ ના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ બંને રાજયોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે સવારે 8:30 વાગ્યે પ્રસિદ્ધ કરાયેલા બુલેટિનમાં જણાવાયા મુજબ ગતિ વાવાઝોડું સોમાલિયાના દરિયાકાંઠાથી 40 કિલોમીટર દૂર અને રાસ બીનાહથી 90 કિલોમીટર દૂર છે. છેલ્લા છ કલાકમાં વાવાઝોડાના ખસવાની ગતિ પ્રતિ કલાકના 18 કિલોમીટરની રહેવા પામી છે.

તમિલનાડુ અને પોંડિચેરી ઉપરાંત આંધ્ર પ્રદેશ,તેલંગાણામા પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.વાવાઝોડાની અસરના ભાગરૂપે ગુજરાતના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે અને બંદરો પર બે નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું

(11:59 am IST)