Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

કોરોનાથી ફેફસાને સુરક્ષીત રાખવાનો ઉપાય શોધવામાં ભારતીય મુળના ડોકટરને સફળતા

વોશિંગ્ટન : કોરોનાના દર્દીઓને સૌથી મોટુ નુકશાન ફેફસાને પહોંચતુ હોય છે. ત્યારે હવે આ રીતે કોરોનાથી ફેફસાને થતુ નુકશાન અટકાવવાનો ઉપાય ભારતીય મુળના અમેરીકન ડોકટરે શોધી કાઢયો છે.

ભારતમાં જન્મી ટેનેસીની સેન્ટ જયુડ ચિલ્ડ્રન રિસર્ચ હોસ્પિટલમાં કાર્યરત ડો. તિરૂમલાદેવી કન્નેગાંગીએ આ બાબતે કરેલ સંશોધન જનરલ સેલના ઓનલાઇન સંસ્કરણમાં પ્રકાશિત થયેલ છે. ઉંદર ઉપર તેમણે કરેલ પ્રયોગોના આધારે જણાવ્યુ છે કે કોશીકાઓમાં આવતા સોજાથી કોઇપણ અંગને નુકશાન થતુ હોય છે. જેમા હાઇપરઇન્ફલેમેટરી પ્રતિરોધ છે. મોત થવા સુધીની શકયતાઓ રહેલી હોય છે. ત્યારે આવી સ્થિતીથી બચવા માટેની સંભવિત દવાઓ તેમણે શોધી કાઢી.

સોજો આવવાનું શરૂ થતા જે કોશીકાઓ મૃત્યુ પામે છે તેના ઉપર તેમણે ગહન અભ્યાસ કર્યો અને આવી કોશીકાઓને બચાવવાની દવા શોધી કાઢી.

અહીં ઉલ્લેખનીય છે કે ડો. કન્નેગાંતીનો જન્મ અને પાલન પોષણ તેલંગણામાં થયો છે. ઉન્હોને વારંગલના કાતિય વિશ્વવિદ્યાલયમાંથી રસાયણ શાસ્ત્ર, જંતુ વિજ્ઞાન અને વનસ્પતિ વિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવી હતી. અનુસ્નાતક અને પીએચ.ડી.ની પદવી ઉશ્માનીયા વિશ્વવિદ્યાલયમાંથી મેળવી હતી. ૨૦૭ માં ડો. કન્નેગાંતી ટેનેસી રાજયના મેમફીસ સ્થિત સેંટ જયુડ હોસ્પિટલ સાથે કામકરી રહ્યા છે.

ત્યારે આ નવા સંશોધનથી તેઓને કોશીકાઓમાં સોજો આવવાની સારવાર શોધી કાઢનાર વૈજ્ઞાનિકોમાં સ્થાન મળી ગયુ છે.

(12:46 pm IST)