Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

રશિયાની પ્રોફેશનલ પાવરલિફ્ટર નતાલિયા કુઝનેત્સોવનું જબરજસ્ત બોડી કોઈપણ પુરુષ બોડીબિલ્ડરને શરમાવે તેવુ

બોલીવૂડના કોઈપણ હીરો કરતાં નતાલિયાના બાઇસેપ્સ દોઢ ઇંચ મોટા

નવી દિલ્હી : રશિયાની પ્રોફેશનલ પાવરલિફ્ટર નતાલિયા કુઝનેત્સોવાનું જબરજસ્ત બોડી  કોઈપણ પુરુષ બોડીબિલ્ડરને શરમાવે તેવુ છે.29 વર્ષની નતાલિયાએ ફક્ત 23 વર્ષની ઉંમરમાં જ તેના નામે ઘણા રેકોર્ડ કરાવ્યા હતા. તેમા ડેડલિફ્ટ, બેન્ચપ્રેસ અને આર્મલિફ્ટિંગનો વર્લ્ડ રેકોર્ડ સામેલ છે. તેણે કેટલાય વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ પણ જીત્યા છે.

નતાલિયાએ ફક્ત 14 વર્ષની વયે જ પાવર લિફ્ટિંગને પોતાની કારકિર્દી બનાવવાનો )નિર્ણય લીધો હતો. તે કહે છે કે મને હંમેશા તાકાતવાળા મુકાબલા અને સ્પોર્ટ્સ પસંદ હતુ. તેના લીધે હું વિવિધ રમતોમાં ભાગ લેતી હતી. હું 14 વર્ષની વયે સામાન્ય યુવતીની જેમ 40 કિલોની હતી ત્યારથી જ જિમ જવા લાગી હતી

14 વર્ષની ઉંમરે જિમમાં જવાનું શરૂ કર્યા પછી તેના નવ વર્ષ પછી નતાલિયા ફક્ત 23 વર્ષની વયે વિશ્વની 23 શાનદાર બોડી બિલ્ડર મહિલાઓમાં સ્થાન પામી. તેનું શરીર એટલું પ્રભાવશાળી અને તાકાતવર છે કે તેને જોઈને પુરુષો પોતે શરમાઈ જાય.

તેણે જણાવ્યું હતું કે તે સ્પર્ધા દરમિયાન એનેબોલિક સ્ટેરોઈડ લે છે. સ્પર્ધાના તનાવને સહન કરવા માટે આ પ્રકારનું સ્ટેરોઇડ લેવુ જરૂરી છે. તેના લીધે તેના સ્નાયુઓ સ્પર્ધાના તનાવને સફળતાપૂર્વક સહન કરી શકે છે અને તેના કારણે તેને સારું પર્ફોર્મ કરવામાં પણ મદદ મળે છે.

નતાલિયા ડેડલિફ્ટ (ઊભા રહીને) 240 કિલો, બેન્ચ પ્રેસ કરતા 175 કિલોતથા સ્કેડ દરમિયાન 280 કિલો વજન ઘણી સરળતાથી ઉઠાવી લે છે. તેની લંબાઈ પાંચ ફૂટ સાત ઇંચ છે અને વજન લગભગ 98 કિલો છે. તેણે છેલ્લા કેટલાય વર્ષોથી આ વજન જાળવ્યું છે. તેણે 2007થી 2019 દરમિયાન દસ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યા છે.

બોડીબિલ્ડિંગના શોખીન ભારતીય ફિલ્મ ઉદ્યોગના સ્ટાર સલમાન ખાન, ઋત્વિક રોશન, ટાઇગર શ્રોફ, સોનુ સૂદ, જોન અબ્રાહમના બાયસેપ્સની તુલના તેની સાથે કરવામાં આવે તો તેમના બાઇસેપ્સ નતાલિયાના 18.5 ઇંચના બાઇસેપ્સ કરતાં દોઢ ઇંચ નાના છે.નતાલિયા સોશિયલ સાઇટ્સ પર પણ ઘણી સક્રિય છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 6 લાખ 49 હજારથી વધારે ફોલોઅર છે.

(2:21 pm IST)
  • કોરોના મહામારીને લીધે લાંબા સમય સુધી બંધ રહ્યા પછી અમદાવાદનું સુપ્રસિદ્ધ કેમ્‍પ હનુમાન મંદિર આજે ખોલી નાખવામાં આવ્‍યું છે. જોકે ટોકન સિસ્‍ટમ્‍સથી ૨૦૦ ભક્‍તોને જ પ્રવેશ આપવામાં આવશે.. access_time 5:12 pm IST

  • સાંસદો માટે દિલ્હીમાં બન્યા આલીશાન મલ્ટી સ્ટોરી ફ્લેટ : 4 બેડરૂમ, ઓફિસ, સ્ટાફ ક્વાર્ટર સહિતની અદ્યતન સુવિધા ધરાવતા વેલ ફર્નિસ્ડ ફ્લેટનું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું : ગંગા, યમુના તથા સરસ્વતી નામક 3 ટાવરમાં 218 કરોડ રૂપિયાના ખર્ચે 76 ફ્લેટ બનાવાયા : જડબેસલાક સિક્યુરિટી વ્યવસ્થા ,દરેક ટાવરમાં 4 ઓટોમેટિક લિફ્ટ, ફાયર સુરક્ષા, સોલાર પેનલ્સ, જનરેટર સહિતની સુવિધા access_time 1:15 pm IST

  • અમદાવાદના રાત્રી કર્ફ્યુને લઇ આવ્યા મોટા સમાચાર : કોરોના સંક્રમણ ને લીધે અમદાવાદમાં 7મી ડિસેમ્બર સુધી રાત્રી કર્ફ્યુ જાહેર : અમદાવાદ પોલીસના જાહેરનામામાં તારીખનો ઉલ્લેખ : પોલીસ કમિશનરે જારી કર્યું છે જાહેરનામું access_time 6:39 pm IST