Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

ખાનગી ડેટાની ચોરી- વેંચાણ રોકવા હેકર-કંપનીઓ ઉપર લગામ કરાશેઃ સરકાર વિધેયક લાવશે

ડેટા સુરક્ષાના અભાવે કરોડો ભારતીયોની વ્યકિતગત માહિતી ખતરામાં: ફકત ૧ રૂપીયાથી વેચાય છે

ચેન્નઇઃ ડીજીટલ અર્થવ્યવસ્થામાં ડેટાને દેશની સંપતીનારૂપે જોવામાં આવી રહ્યું છે. ડેટા સુરક્ષાના અભાવમાં કરોડો લોકોની વ્યકિતગત માહિતી દાવ ઉપર છે. તેવામાં સરકાર ખાનગી ડેટા ચોરવા અને વેચવાવાળી કંપનીઓ ઉપર લગામ કસવાની તૈયારીમાં છે.

હાલમાં જ ડેટા લીકની મોટી ઘટના સામે આવી છે, જેમાં હેકરે ગ્રોસરી ઇ-કોમર્સ પ્લેટફોર્મ બીગ બાસ્કેટના ૨ કરોડ ગ્રાહકોના ખાનથી ડેટા ચોરી લીધા, હેકરે આ ડેટા ૪૦ હજાર ડોલર (૨૯.૫૦ લાખ રૂપીયા)માં વેચવા માટે ડાર્ક વેબ ઉપર મૂકી દીધો હતો. આ પહેલીવાર નથી, અગાઉ આ વર્ષમાં મે મહિનામાં પણ  ૨.૯ કરોડ ભારતીયોનો વ્યકિતગત ડેટા ડાર્ક વેબ ઉપર લીક થયો હતો. હેરાનીની વાત છે કે ડેટાની કીંમત દરરોજના હિસાબે ફકત ૧૪૦ રૂપીયા લગાવાય છે. ડાર્ક વેબમાં તમારા એકાઉન્ટનો પાસવર્ડ, ટેલીફોન નંબર અને ઇ-મલ આઇડી સામેલ છે.

રાષ્ટ્રીય સુરક્ષાના આધારે સરકાર દેશમાં પહેલીવાર ડેટા સંરક્ષણ કાયદો લાવી રહી છે. ખાનગી ડેટા સંરક્ષણ વિધેયકમાં ખાનગી ડેટાની ચોરી કરનાર કંપનીઓ ઉપર સખ્તી વધારવાની તૈયારી છે નિયમોના ભંગ બદલ મોટો દંડ અને જેલનું પ્રવિધાન છે. આ વિધેયકથી દેશમાં જ ડેટા પ્રોસેસીંગ થશે અને વિદેશોથી થતી જાસુસી રોકી શકાશે.

ડાર્ક વેબ ઇન્ટરનેટની દુનિયાનો એ સૌથી ખતરનાક ભાગ છે જેને સર્ચ એન્જીન પણ નથી દેખાડતા. એન્ટી વાયરસ બનાવનાર કંપની મેકઅફેના જણાવ્યા મુજબ આ ઇન્ટરનેટની દુનીયાથી લગભગ ૩ ગણુ મોટુ છે જો કે તેને ઉપયોગ ગેરકાયદેસર છે. ટોર બ્રાઉઝરનો ઉપયોગ કરનાર જ ડાર્ક વેબનો ઉપયોગ કરી શકે છે. કેમ કે ટોર બ્રાઉઝર ટ્રેક નથી થઇ શકતુ.(૨૩.૧૭)

હાઇપ્રોફાઇલ લોકોના ડેટાની કિંમત વધુ

ડેટાની કિંમત ૧ રૂપીયાથી શરૂ થાય છે. હાઇ પ્રોફાઇલ લોકોના ડેટા ૫૦૦ થી ૨૦૦૦ રૂપિયા સુધી વેચાય છે. આ ડેટા અનેક પેકેજમાં વેચાય છે. પેકેજનો ભાવ રૂ.૧૪૦ પ્રતિ દિવસથી લઇ ૪૯૦૦ રૂપિયા ત્રણ મહિના સુધીનો હોય શકે છે. ગ્રાહકો આ ડેટા માટે બિટકોઇન, લાઇટ કોઇન, ડૈશ રિપલ અને ક્રિપ્ટોકરન્સીથી ચૂકવણી કરે છે.

(3:31 pm IST)