Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

યોગી સરકારનો મોટો હુકમઃ લગ્ન સમારોહમાં ૧૦૦થી વધુ લોકો જોડાશે તો ફોજદારી ફરીયાદઃ ૨૫ નવેમ્બરથી ૧૭ દિવસોમાં ૩૫૦૦૦ લગ્ન પ્રસંગ : ૩૦મીએ દેવ દિવાળીએ સૌથી વધુ લગ્નો

યુપી : ઉત્તરપ્રદેશની યોગી સરકારે દિશા નિર્દેશ જાહેર કરીને લગ્ન સમારોહમાં ૧૦૦થી વધુ લોકો સામેલ થશે તો ફોજદારી ફરીયાદ દાખલ કરવામાં આવશે : દેશના અલગ - અલગ રાજયોમાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે ત્યારે સુપ્રિમ કોર્ટે ૪ રાજયોની ભારે ઝાટકણી કાઢ્યા બાદ તુરંત જ ઉત્તરપ્રદેશની યોગી સરકારે આદેશ બહાર પાડ્યો છે : આ આદેશ મુજબ ઉત્તરપ્રદેશમાં હવે લગ્ન સમારંભોમાં વધુમાં વધુ ૧૦૦ લોકો જ ભાગ લઈ શકશે : એટલુ જ નહિં ૧૦૦ લોકોની ક્ષમતાવાળા મેરેજ હોલમાં ૧ વાર એક સાથે માત્ર ૫૦ લોકો જ સામેલ થઈ શકશે : લગ્નમાં બેન્ડ અને ડીજે લગાડવા માટે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે : સીનીયર સીટીઝનો (વૃદ્ધો) અને બિમાર વ્યકિતઓ પણ લગ્ન સમારંભોમાં ભાગ લઈ શકશે નહિં : આ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે એફઆઇઆર (ફોજદારી ફરીયાદ) દાખલ કરવામાં આવશે : યોગી સરકારે જાહેર કરેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યુ છે કે લગ્ન સમારોહના સ્થળ ઉપર કોરોના પ્રોટોકોલ હેઠળ માસ્ક પહેરવાનું અને ૨ લોકો વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાનું ફરજીયાત છે : આ સાથે જ થર્મલ સ્કેનર (ટેમ્પરેચર ગન) અને સેનેટાઈઝરની વ્યવસ્થા પણ ફરજીયાત કરવાની રહેશે : અત્યારે ઉત્તરપ્રદેશમાં ૧૦૦ વરરાજા તરફથી અને ૧૦૦ કન્યા પક્ષ તરફથી લોકોને સામેલ થવાની છૂટ આપવામાં આવી છે : આ બધા લોકો ખૂબ જ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે : ૨૫ નવેમ્બરથી ૧૧ ડિસેમ્બર સુધી લગ્નગાળો છે ત્યારે વેડીંગ પ્લાનરો, હોટલોવાળા, બેન્ડ વાજા અને ડીજેવાળા તથા કેટરીંગવાળાઓનું કહેવુ છે કે આગામી ૧૭ દિવસોમાં ઉત્તરપ્રદેશમાં લગભગ ૩૫૦૦૦ લગ્નો યોજાવાના છે : સૌથી વધુ લગ્નો ૩૦ નવેમ્બરે દેવ દિવાળીએ યોજાવાના છે ત્યારે મહેમાનોને કેવી રીતે બોલાવવા, મહેમાનોને હવે ના કેવી રીતે પાડવી તે બધી બાબતોથી લોકો ખૂબ જ પરેશાન બન્યા છે.

(4:03 pm IST)