Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

કથિત નિવેદનો આપવના ગુન્હામાં મુંબઇ પોલીસ સમક્ષ કંગના રનૌત આજે અને તેની બહેન રંગોલી કાલે હાજર થાય તેવી સંભાવના

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતને આજે મુંબઇ પોલીસ (Mumbai police) સમક્ષ હાજર થવાનું છે. મુંબઇ પોલીસે 18 નવેમ્બરના રોજ કંગના અને તેમની બહેન રંગોલી ચંદેલને સોશિયલ મીડિયા પર સાંપ્રદાયિક તણાવ ફેલાવવાના આરોપોને લઇને ત્રીજીવાર સમન મોકલ્યું હતું. બંને બહેનો પહેલાં બે સમન્સ મોકલ્યા હતા. બંને બહેનોને પહેલાં બે સમન્સ મળ્યા બાદ મુંબઇ પોલીસ સામે હાજર નહી થાય. જ્યાં કંગનાની હાજરી 23 નવેમ્બરના રોજ છે તો તો બીજી તરફ તેમની બહેન રંગોલીની હાજરી 24 નવેમ્બરના રોજ છે. 

કંગના અને રંગોલીએ ગત સાંજ સુધી મુંબઇ પોલીસની નોટિસનો કોઇ જવાબ આપ્યો નથી. એટલા માટે કહેવું મુશ્કેલ છે કે કંગના રનૌત આજે હાજર થશે કે નહી. આમ તો કંગના હાલ પોતાની બે ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત છે. સોશિયલ મીડિયા પર તેમણે આ જાણકારી આપી હતી. 

આ પહેલાં બંને બહેનોને 26-27 ઓક્ટોબરના રોજ હાજર થવા માટે સમન મોકલવામાં આવ્યું હતું. ત્યારબાદ 9-10 નવેમ્બરના રોજ બંને બહેનોને સમન મોકલ્યું હતું. તેના પર કંગનાએ પોતાનો જવાબ પણ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમના ભાઇના લગ્ન છે. તેથી તે 15 નવેમ્બર પછી હાજર થઇ શકશે. 

તમને જણાવી દઇએ કે બંને બહેનોને પહેલાં નોટિસ 21 નવેમ્બરના રોજ મોકલવામાં આવી હતી. કંગનાના વકીલે નોટિસનો જવાબ આપ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે કંગના હાલ હિમાચલ પ્રદેશમાં છે અને પોતાના ભાઇના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. 

જોકે બાંદ્રા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટે ગત મહિને બોલીવુડના એક કાસ્ટિંગ ડાયરેક્ટર અને ફિટનેસ ટ્રેનર મુનવ્વર અલી સૈયદની ફરિયાદ પર પોલીસને તપાસના આદેશ આપ્યા હતા. આ ફરિયાદ કંગના અને તેમની બહેનના કથિત નિવેદનોને લઇને કરવામાં આવી હતી. ફરિયાદ બાદ બાંદ્રા પોલીસે બંને બહેનો વિરૂદ્ધ આઇપીસી કલમ 153-એ, 295-એ, 124-એ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. 

(5:33 pm IST)