Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

અમદાવાદમાં સાત ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યુ યથાવત રહેશે :પોલીસ કમિશ્નર દ્વારા જાહેરાત

અમદાવાદમાં રાત્રિ કરફ્યુ હવે પંદર દિવસનો થઈ ગયો

અમદાવાદ : અમદાવાદમાં સાતમી ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યુ રહેશે. અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આમ આ સપ્તાહના અંત સુધી ચાલનારો રાત્રિ કરફ્યુ હવે સાત ડિસેમ્બર સુધી લંબાવાયો છે.

  આ પહેલા અમદાવાદમાં શુક્રવાર રાત્રે 20 ડિસેમ્બરથી સોમવાર સવાર 23 ડિસેમ્બર સુધી કરફ્યુ  લદાયો હતો. તેના પછી આજથી રાત્રિ કરફ્યુ આગળ આદેશ મળે નહી ત્યાં સુધી હતો. ફક્ત અમદાવાદ જ નહી પણ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે. આમ અમદાવાદમાં રાત્રિ કરફ્યુ હવે પંદર દિવસનો થઈ ગયો છે.

(7:02 pm IST)