Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

રાજ્યમાં લગ્ન-સત્કાર સમારોહ સહિતની ઉજવણીમાં સ્થળની ક્ષમતાના 50 ટકા ટકાથી ઓછા પરંતુ વધુમાં વધુ 100 વ્યક્તિઓની મર્યાદામાં આયોજન કરવું પડશે

અંતિમ વિધિ / ધાર્મિક વિધિમાં મહત્તમ 50 વ્યક્તિઓની મર્યાદા:રાત્રી કર્ફ્યુ અમલમાં છે ત્યાં લગ્ન/ સત્કાર કે અન્ય સમારોહ ની ઉજવણી ઉપર પ્રતિબંધ: કોઈ છૂટછાટ નહીં

રાજ્યમાં  પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા  મહત્વ પૂર્ણ નિર્ણયો લેવાયા છે જે મુજબ લગ્- સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓમાં સ્થળ ની ક્ષમતા ના 50 ટકા  થી ઓછા પરંતુ વધુમાં વધુ 100 વ્યક્તિઓની મર્યાદા માં  આયોજન કરવાનું રહેશે.

મૃત્યુ ના કિસ્સામાં અંતિમ વિધિ / ધાર્મિક વિધિમાં મહત્તમ 50 વ્યક્તિઓની મર્યાદા રાખવામાં  આવી  છે
જે  શહેરોમાં રાત્રિ કરફ્યુ અમલ માં છે તે શહેરોમાં કરફ્યુ સમય દરમિયાન લગ્ન/ સત્કાર કે અન્ય સમારોહ ની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ નિર્ણયો નો અમલ સમગ્ર રાજ્યમાં  આવતીકાલ મંગળવાર ની  મધ્યરાત્રિ થી કરવામાં આવશે

ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો નોંધાયો છે. તેને ડામવા અને કાબૂમાં રાખવા માટે સરકાર દ્વારા અમદાવાદ ઉપરાંત રાજકોટ, સુરત અને વડોદરા શહેરમાં રાત્રિ કરફયુ લાદી દેવામાં આવ્યો છે સાથોસાથ આ શહેરોમાં કરફ્યુ સમય દરમિયાન લગ્ન/સત્કાર કે અન્ય સમારોહ ની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયોનો અમલ સમગ્ર રાજ્યમાં આવતીકાલ મંગળવારની મધ્યરાત્રિથી કરવામાં આવશે

આ ઉપરાંત લગ્ન/સત્કારસમારોહ જેવી અન્ય ઉજવણીઓમાં સ્થળની ક્ષમતાના 50 ટકાથી ઓછા પરંતુ વધુમાં વધુ 100 વ્યક્તિઓની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે. એટલે કે 200 વ્યક્તિઓ હાજર રહી શકશે તે નિર્ણય પરત ખેંચી લેવામાં આવ્યો છે. તે જ રીતે મૃત્યુના કિસ્સામાં અંતિમ વિધિ/ધાર્મિક વિધિમાં મહત્તમ 50 વ્યક્તિઓની મર્યાદા રાખવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી છે. Gujarat Government Marriage Guideline

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર સહિતના રાજયભરમાં જાણે કે કોરોના પૂર્ણ થઇ ગયો હોય તે રીતે લોકો દ્રારા વર્તન કરવામાં આવ્યું હતું. ત્યાં સુધી કે સોશિયલ ડિસ્ટન્સીંગ તથા માસ્ક વગર લોકો ફરવા લાગ્યા હતા. બીજી તરફ તંત્ર દ્રારા પણ રાજયના અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે પ્રજાની માંગણીને ધ્યાનમાં લઇને થોડી ઘણી છૂટછાટ આપવામાં આવી હતી. પરિણામે કોરોનાના કેસોમાં એકદમ ઉછાળો આવ્યો હતો. જેના કારણે સરકાર તરફથી અપાયેલી છૂટછાટમાં કાપ મૂકવાની શરૂઆત કરી દીધી છે

(10:27 pm IST)