Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ટેક્નીકલ ફોલ્ટને લીધે ફી નહીં ભરી શકતા એડમિશન ના મળ્યું : સુપ્રીમકોર્ટ આવી મદદે : કહ્યું વિદ્યાર્થી માટે અલગથી સીટ ફાળવો

મુંબઈ આઈઆઈટીમાં વિદ્યાર્થીને એડમીશન મળ્યું પણ ફી ભરવામાં ઓનલાઈન ફોલ્ટ આવતા એડમીશન ના અપાયું

નવી દિલ્હી :  આઈઆઈટી મુંબઈંમાં એડમીશન માટે એક યુવક પાસે યોગ્યતા હોવા છતા તેને એડમીશન નહોતું મળ્યું જેના કારણે તેને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ઓનલાઈન  ટેક્નીકલ ફોલ્ટને કારણે યુવક ફી ન ભરી શક્યો અને બાદમાં તેને એડમીશન આપવાની પણ ના પાડી દેવામાં આવી હતી જેને લઈને યુવકે સુપ્રીમકોર્ટંમાં અરજી કરી હતી. 

સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે વિદ્યાર્થીને અલગથી સીટ આપવામાં આવે. અનૂસિચિત જાતીની સીટ અંતર્ગત 864 સીટ સિવિલ એન્જીનિયરિંગના સ્ટુડન્ડોને ફાળવવામાં આવી હતી. જેમા યુવકે ફી ભરી હતી પરંતુ ટેક્નીકલ ફોલ્ટને કારણે તે ફી ન ભરાઈ. અને બાદમાં તેને એડમીશન આપવાની પણ ના પાડી દેવામાં આવી હતી. 

આ મામલે વિદ્યાર્થીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે ત્યા તેને નીરાશા મળી હતી. કારણકે ત્યા તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. 17 વર્ષના વિદ્યાર્થી પ્રિંસ જયવીર સિંહે પછી સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જ્યા તેને ન્યાય મળ્યો અને કોર્ટે પછી આઈઆઈટી મુંબઈને અલગથી તે વિદ્યાર્થીને સીટ આપવા  માટે વિનંતી કરી હતી. 

 અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીએ મહેનત કરીને પરીક્ષા પાસ કરી હતી. તેને એડમીશન મળી પણ ગયું હતું. જોકે બાદમાં તેણે જ્યારે ઓનલાઈન ફી ભરવાનો ટ્રાય કર્યો ત્યારે ફોલ્ટ આવ્યો હતો. જેના કારણે યુવક ફી ન ભરી શક્યો અને બાદમાં તેને એડમીશન આપવાની ના પાડી દેવામાં આવી. જેથી યુવકે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને સુપ્રીમે પછી અલગથી સીટ ફાળવવા નિર્દેશ કર્યો હતો. 

(12:00 am IST)