Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

પૂર્વ આફ્રિકન દેશ મેડાગાસ્કરમાં ભૂખમરાની ભયંકર સ્થિતિ : લોકો કાંટાળા થૌર અને તીડ ખાવા મજબૂર

છેલ્લાં ત્રણેક વર્ષથી દુકાળ અને રેતીના ગરમ વાવાઝોડાંઓના કારણે પાક ઉગ્યો નથી: છેલ્લા ચાર ચાર દાયકામાં આવો વિષમ દુષ્કાળ ક્યારેય પડયો નથી:સંયુક્ત રાષ્ટ્રે ચિંતા વ્યક્ત કરી :વિશ્વના દેશોને મદદ કરવા અપીલ

નવી દિલ્હી : પૂર્વ  આફ્રિકન દેશ મેડાગાસ્કરમાં ભૂખમરાની સ્થિતિ અતિ વિષમ બની છે. અહીં ભૂખમરાના કારણે લોકો કાંટાળા થૌર અને તીડ ખાવા મજબૂર છે. સંયુક્ત રાષ્ટ્રે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી વિશ્વના દેશોને મદદ કરવા અપીલ કરી છે.

સંયુક્ત રાષ્ટ્રે અન્ય દેશોને અપીલ કરી છે કે તેઓ મડાગાસ્કરને મદદ માટે આગળ આવે. નિષ્ણાતોના મત પ્રમાણે અહીં છેલ્લાં ત્રણેક વર્ષથી દુકાળ છે અને રેતીના ગરમ વાવાઝોડાંઓના કારણે પાક ઉગ્યો નથી. આ ઉપરાંત છેલ્લાં ચાર દાયકામાં આવો વિષમ દુષ્કાળ ક્યારેય પડયો નથી.

 અત્રે ઉલ્લેખનીય છે કે ડબલ્યૂ.એફ.પી. એટલે કે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા અગાઉ પણ ચેતવણી આપવામાં આવી હતી કે મડાગાસ્કરમાં સ્થિતિ વણસી શકે છે અને દક્ષિણ વિસ્તારમાં ખૂબ ભયંકર અકાળ પડે તેવી આગાહી પણ કરવામાં આવી હતી.

મડાગાસ્કકરની વસતિ 2.84 કરોડ લોકોની છે અને યુનાઇટેડ નેશન્સ હજુ સુધી મડાગાસ્કર માટે 12 કરોડ ડૉલર જ એકત્ર કરી શક્યું છે. જેથી મડાગાસ્કરમાં ખોરાક અને સ્વાસ્થય સુવિધાઓ સહિતની સહાય માટે અન્ય દેશોને આગળ આવવાની પીલ કરવામાં આવી છે.

(12:00 am IST)