Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

મહિલા યુનિવર્સિટીમાં સેકસ રેકેટ

પ્રોફેસરે સેંકડો વિદ્યાર્થીનીઓ સાથે કર્યુ 'ગંદુ કામ': ભાંડો ફૂટતા મચ્યો ખળભળાટ

ગણિતના પ્રોફેસર પર સેકસ રેકેટ ચલાવવાનો વિદ્યાર્થીનો આરોપઃ પ્રોફેસર ઘણી છોકરીઓ સાથે સેકસ સંબંધ બાંધ્યા-પીડિતાનો આરોપઃ પોલીસે આરોપી સામે દાખલ કરી એફઆઈઆર

લખનૌ, તા.૨૩: યુપીના પિલિભીતની મહિલા યુનિવર્સિટીમાં ગણિતનો પ્રોફેસર સેકસ રેકેટ ચલાવી રહ્યો હોવાનો એક વિદ્યાર્થીનીએ આરોપ લગાવતા ખળભળાટ મચ્યો છે.

પિલિભિતનું એક શિક્ષણધામ સેકસધામ બન્યું છે. મહિલા યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસર કામરાન આલમખાન સેકટ રેકેટ ચલાવી રહ્યાં હોવાનો એક વિદ્યાર્થીનીએ આરોપ લગાવતા ખળભળાટ મચ્યો છે.

મહિલા યુનિવર્સિટીમાં ભણતી બીએસસીની વિદ્યાર્થીનીએ આરોપી પ્રોફેસર સામે ફરિયાદ નોંધવતા એવો આરોપ લગાવ્યો કે ગણિતના પ્રોફેસર કામરાન આલમખાન એક લંપટ પ્રોફેસર છે તે યુનિવર્સિટીમાં જ સેકટ રેકેટ ચલાવી રહ્યો છે. કામરાન ભોળી છોકરીઓને લોભ-લાલચ આપીને ફસાવે છે, ત્યાર બાદ તેમને ડ્રગ્સ આપે છે અને તેમની પર રેપ કરે છે. પ્રોફેસર વિદ્યાર્થીનીઓને અશ્લીલ ચોપડીઓ, સેકયુઅલ ટોય આપીને આવા કામો કરાવે છે. વિદ્યાર્થીઓને ચર્ચની સામે બોલાવીને સેકસ સંબંધ બાંધે છે અને તે યુનિવર્સિટીની દ્યણી છોકરીઓ સાથે સંબંધ બાંધી ચૂકયો છે.

પ્રોફેસરનો રેપનો ભોગ બનેલી પીડિતાએ તેની ફરિયાદમાં આગળ લખ્યું કે મારી સાથે પણ આરોપી પ્રોફેસરે રેપ કર્યો હતો, મને ડરાવી ધમકાવીને તેના ઘેર બોલાવી અને ત્યાં રેપ કર્યો, તેણે મને કહ્યું હતું કે તેને મેલી વિદ્યા આવડે છે. તે લોકોના મનનો કબજો લઈ શકે છે આને કારણે હું ડરી ગઈ હતી.

પીડિતાનો એવો પણ આરોપ છે કે પ્રોફેસરે મને  ધમકી આપી હતી કે તેની પત્નીનો અંડરવર્લ્ડ સાથે સંપર્ક છે અને તે તેને ગમે ત્યાંથી ઉપાડી શકે છે. વિદ્યાર્થીને ધમકી આપવામાં આવી હતી કે તે તેના પરિવાર સાથે કંઈ પણ કરી શકે છે. આરોપ છે કે શાળામાં કેટલીક છોકરીઓ તેને ટેકો આપી રહી છે અને તે તેમની તરફેણમાં તેમની પાસેથી જે ઇચ્છે છે તે મેળવે છે. કોલેજના આચાર્ય પર કામરાનને મળ્યાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. આરોપ છે કે તે કોલેજમાં સેકસ રેકેટનો સામનો કરી રહ્યો છે. વિદ્યાર્થીએ કહ્યું કે તે ડરી ગઈ છે અને તેના પરિવાર સાથે કશું અનિચ્છનીય ન થવું જોઈએ. વિદ્યાર્થીએ આરોપી સામે કાર્યવાહી કરી શાળામાં સેકસ રેકેટનો પર્દાફાશ કરવાની માંગ કરી છે .

પીડિતાની ફરિયાદને આધારે પોલીસે આરોપી પ્રોફેસર સામે એફઆઈઆર દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ આરોપી પ્રોફેસરની ધરપકડ પણ કરી શકે છે.

(9:50 am IST)