Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ મનમોહન સરકાર ઉપર પ્રહારો કર્યાઃ મુંબઈ હુમલા બાદ પાકિસ્‍તાન સામે લાલઆંખ કેમ ન કરી ?

મનિષ તિવારીએ પોતાના પુસ્‍તકમાં જણાવ્‍યુ કે પાકિસ્‍તાન સામે કાર્યવાહી ન કરી તે કાયરતાની નિશાની

નવી દિલ્‍હી, તા. ૨૩ :. કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ પોતાના પુસ્‍તકમાં મુંબઈ હુમલા બાદ કોઈ કાર્યવાહી ન કરવા માટે મનમોહન સરકારની ટીકા કરી છે. પોતાના પુસ્‍તકમાં મનિષ તિવારીએ લખ્‍યુ છે કે, પાકિસ્‍તાન વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવાની જરૂર હતી. તેમણે એવુ પણ લખ્‍યુ છે કે કાર્યવાહી ન કરવી એ નબળાઈની નિશાની છે.
મનિષ તિવારીએ પોતાના પુસ્‍તકમાં લખ્‍યુ છે કે જ્‍યારે કોઈ દેશને જો નિર્દોષ લોકોની હત્‍યા કરવા માટે કોઈ વસવસો ન હોય તો સંયમ તાકાતની ઓળખ નથી પરંતુ નબળાઈની નિશાની છે. ૨૬/૧૧ એક એવી તક હતી જ્‍યારે શબ્‍દોથી વધુ વળતી કાર્યવાહી કરવાની જરૂર હતી. તેમણે મુંબઈ હુમલાની સરખામણી અમેરિકાના ૯/૧૧ સાથે કરતા કહ્યુ હતુ કે ભારતે એ સમયે વળતો પ્રહાર કરવાની જરૂર હતી.
આ પહેલો મોકો નથી કે જ્‍યારે તિવારીએ પોતાના પક્ષની ટીકા કરી હોય. આ પહેલા પંજાબ અંગે અને કનૈયાકુમારના પ્રવેશ અંગે પક્ષને આડે હાથ લીધો હતો. મનિષ તિવારીના પુસ્‍તક બાદ ભાજપે કોંગ્રેસને ઘેરવાની તૈયારી શરૂ કરી છે.

 

(10:55 am IST)