Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

લેટેન્ટ વ્યૂ એનાલિટિકસના શેરનું ધમાકેદાર લિસ્ટિંગઃ રોકાણકારો થયા માલામાલ

૧૬૯% પ્રીમિયમ સાથે શાનદાર લિસ્ટિંગઃ BSE પર શેર ૫૩૦ રૂપિયા પર ખુલ્યો હતો જયારે NSE ફર ૫૧૨.૨૦ રૂપિયા પર લિસ્ટ થયો હતો

મુંબઈ, તા.૨૩: ટેડા એનાલિટિકસ સેવા આપતી લેટેન્ટ વ્યૂ એનાલિટિકસના શેરનું આઈપીઓમાં ૨૩ નવેમ્બરના રોજ ૧૬૯% પ્રીમિયમ સાથે શાનદાર લિસ્ટિંગ થયું હતું. કંપનીના શેરનું શાનદાર લિસ્ટિંગ થશે તેવી અપેક્ષા પહેલાથી જ કરવામાં આવી રહી હતી. BSE પર શેર ૫૩૦ રૂપિયા પર ખુલ્યો હતો જયારે NSE ફર ૫૧૨.૨૦ રૂપિયા પર લિસ્ટ થયો હતો. લેટેન્ટ ન્યૂ એનાલિટિકસનો આઈપીઓ ૧૦ નવેમ્બરના રોજ ખુલ્યો હતો અને ૧૨ નવેમ્બરના રોજ બંધ થયો હતો. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ ૧૯૦-૧૯૭ રૂપિયા નક્કી કરી હતી. મોટાભાગના બ્રોકરેજ હાઉસિસે આ આઈપીઓને ભરવાની સલાહ આપી હતી.

લેટેન્ટ વ્યૂ એનાલિટિકસના લિસ્ટિંગ બાદ ભારતીય બજાર ના સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે. ઉલ્લેખનીય છે કે પેટીએમના શેરનું ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ અને ત્યારબાદ શેરની કિંમતમાં આવેલા ઘટાડાને પગલે શેર બજારમાં વેચવાલી જોવા મળી હતી અને સોમવારે સેન્સેકસમાં પણ કડાકો બોલી ગયો હતો.

બજાર નિષ્ણાતો આશા રાખી રહ્યા હતા કે લેટેન્ટ વ્યૂ એનાલિટિકસના શેરનું ૧૫૦% પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થઈ શકે છે. ગ્રે માર્કેટમાં શેરનું પ્રીમિયમ ૧૮૦% આસપાસ ચાલી રહ્યું હતું. કંપનીનું યોગ્ય વેલ્યૂએશન, મજબૂત નાણાકીય સ્થિતિ, ગ્રોથની સંભાવના અને બ્લૂ ચીપ કંપનીઓ સાથે સારા સંબંધોને પગલે લિસ્ટિંગના દિવસે શેરને સપોર્ટ મળ્યો છે.

લેટેન્ટ વ્યૂ એનાલિટિકસ આઈપીઓને રોકાણકારો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. કંપનીના ૧.૭૫ કરોડ ઇકિવટી શેર માટે ૫૭૨.૧૮ કરોડ ઇકિવટી શેરની બોલી લાગી છે. આ સાથે જ તે દેશનો સૌથી વધુ ભરાયેલો આઈપીઓ બની ગયો છે. આ પહેલા પારસ ડિફેન્સ આઈપીઓ ભારતનો સૌથી વધારે ભરાયેલો આઈપીઓ હતો. પારસ ડિફેન્સનો ૧૭૦.૭૮ કરોડ રૂપિયાનો આઈપીઓ ૩૦૪.૨૬ ગણો ભરાયો હતો.

લેટેન્ટ વ્યૂ એનાલિટિકસના આઈપીઓમાં રિટેલ રોકાણકારોએ ખૂબ ઉત્સાહ બતાવ્યો છે. રિટેલ માટે રિઝર્વ રાખવામાં આવેલો હિસ્સો ૧૧૯.૪૪ ગણો ભરાયો છે. કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવેલો હિસ્સો ૩.૮૭ ગણો ભરાયો છે. કવાઙ્ખલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (QIB) માટે અનામત રહિસ્સો ૧૪૫.૮ ગણો ભરાયો છે. જયારે નોન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત રાખવામાં આવેલો હિસ્સો સૌથી વધારે ૮૫૦.૬૬ ગણો ભરાયો હતો. Latent View Analyticsનો આઈપીઓ કુલ ૩૨૬.૪૯ ગણો ભરાયો હતો.

કંપનીની મોટાભાગની કમાણી અમેરિકાથી થાય છે. કંપનીની આવકમાં અમેરિકાનો હિસ્સો ૯૨.૮૮% છે. કંપનીની આવકમાં યુકેનો હિસ્સો ૧.૮૫ ટકા છે. નાણાકીય વર્ષ ૨૦૨૧માં કંપનીનો કન્સોલિડેટ નફામાં ૨૫.૬ ટકાનો વધારો જોવા મળ્યો હતો, જે ૯૧.૪૬ કરોડ રૂપિયા રહ્યો હતો. આ દરમિયાન કંપનીની આવક ૧.૪ ટકા ઘટી હતી અને તે ૩૦૫.૮૮ કરો રૂપિયા રહી હતી.

(3:15 pm IST)