Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

સોના-ચાંદી સહિત અનેક ચીજ-વસ્‍તુઓ મોંઘી થશેઃ ફિટમેન્‍ટ કમિટીએ જીએસટીનો સ્‍લેબ ૫ ટકાથી વધારી ૭ ટકા કરવા અને ૧૮ ટકાનો સ્‍લેબ ૨૦ ટકાનો કરવા ભલામણ કરી

નવી દિલ્‍હીઃ જીએસટી ફિટમેન્‍ટ કમિટીએ ૫ ટકાનો જીએસટીનો સ્‍લેબ વધારીને ૭ કરવા અને ૧૮ ટકાનો સ્‍લેબ વધારીને ૨૦ ટકા કરવા ભલામણ કરી હોવાનું જાણવા મળે છેઃ સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે ૧૨ ટકા અને ૧૮ ટકાનો સ્‍લેબ મર્જ કરી ૧૭ ટકાનો એક સ્‍લેબ બનાવવાની પણ તૈયારીઃ જો કે હજુ આ બાબતે ફાઇનલ થયુ નથીઃ આ ઉપરાંત કોમ્‍પેસેસન રેટ પણ ૧ ટકાથી વધારી ૧.૫ ટકા કરવા પણ ભલામણ કરવામાં આવી છેઃ આ ઉપરાંત સોના અને ચાંદી પરનો જીએસટીનો દર ૩ ટકાથી વધારી ૫ ટકા કરવા પણ ભલામણ થઇ છે તેવું સૂત્રોએ જણાવ્‍યું છેઃ સોના અને ચાંદીમાં ૨ ટકા જીએસટીનો વધારો થાય તેવી શક્‍યતા છેઃ જો કે પ્રધાનોના જૂથ દ્વારા હજુ કોઇ અંતિમ નિર્ણય લેવાયો નથીઃ ૨૭મી નવેમ્‍બરે બેઠકમાં મહત્‍વના નિર્ણયો લેવાય તેવી શક્‍યતા

 

(10:56 am IST)