Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

અમેરિકન ફાર્મા કંપનીનો દાવો

કિશોરોમાં ૪ મહિના બાદ ૧૦૦ ટકા અસરકારક સાબિત થઇ ફાયઝરની રસી

નવી દિલ્હી તા. ૨૩ : અમેરિકન ફાર્મા કંપની ફાયઝરે દાવો કર્યો છે તે તેમની કોરોના રસીના બન્ને ડોઝ લેવાના ૪ મહિના બાદ કિશોરોમાં ૧૦૦ ટકા અસરકારકતા જોવ મળી છે. આ કોરોના રસી ફાયઝરે જર્મન ફાર્મા કંપની બાયોએનટેકની સાથે મળીને બનાવી છે. બન્ને કંપનીઓને જોઈન્ટ સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે તેમણે આ દાવો ૧૨થી ૧૫ ઉંમરના બાળકો માટે કર્યો છે.

કંપનીઓએ કહ્યું છે કે નવા ડેટા તેમની રસીને અમેરિકા અને દુનિયામાં ફુલ અપ્રૂવલમાં મદદ કરશે. આ ટ્રાયલમાં ૨૨૨૮ બાળકોએ ભાગ લીધો હતો. કંપનીઓએ એમ પણ કહ્યું છે કે રસી લીધા બાદ કોઈ પણ ગંભીર સાઈડ ઈફેકટ સામે નથી આવી.

ફાઈઝરના સીઈઓ અલ્બર્ટ બોર્લોએ સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે વૈશ્વિક સમુદાય આ સમયે કોરોના રસીકરણની સંખ્યા વધારવાના પ્રયાસમાં લાગેલા છે. તેવામાં તાજા ડેટા અમાકી રસીના બાળકોમાં પ્રભાવ અને સુરક્ષા અંગે સ્પષ્ટ રૂપથી જણાવે છે.ઙ્ગ આ ડેટા એટલા માટે મહત્વનો છે કેમ કે આ સમયે કેટલીક જગ્યા પર કોરોનાના મામલા તેજી આવી છે અને રસીની સ્પીડ ધીમી પડી છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ફાયઝરની રસીને ૧૨દ્મક ૧૫ વર્ષના બાળકોને આપવા માટે ઈમરજન્સી મંજૂરી ગત મે મહીનામાં આપવામાં આવી હતી. હવે કંપનીઓ કુલ અપ્રૂવલની તૈયારી કરી રહી છે. રસી આ સમયે ફકત ૧૬થી વધારે ઉંમરના લોકોમાં સંપૂર્ણ રીતે અપ્રૂવ છે.

૨૦૦૦થી વધારે અમિરકન વોલેન્ટિયર્સ પર કરવામાં આવેલા ટ્રાયલના આધાર પર ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને કહ્યુ હતુ કે ફાયઝર રસી સુરક્ષિત છે અને ૧૨થી ૧૫ વર્ષના કિશોરો માટે મજબૂત સુરક્ષા આપે છે. હાલમાં ફાયઝરે કોરોનાની વિરૂદ્ઘ એન્ટીવાયરલ ડ્રગ્સ બનાવવાનો દાવો કર્યો છે. કંપનીનો દાવો છે કે તેમની ગોળી ગંભીર દર્દીને હોસ્પિટલમાં દાખલ થવા અને મોતના રિસ્કને ઓછું કરે છે.

(12:29 pm IST)