Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

મોદી સરકાર હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA)માં કરશે વધારોઃ જાન્યુઆરીથી અમલની શકયતા

કેન્દ્રીય કર્મચારીઓને ફરી મળશે ખુશ ખબર

નવી દિલ્હી, તા.૨૩: કર્મચારીઓના દિવાળી બોનસ સાથે ડીએ અને ટીએમાં પણ વધારો થયો છે. સાથે જ અગાઉ બાકી મોંઘવારી ભથ્થું પણ ઉમેરવામાં આવી રહ્યું છે. અન્ય ભથ્થાની ચર્ચા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારા સાથે કરવામાં આવી રહી છે, જેનો લાભ જાન્યુઆરીથી મળશે.

વાસ્તવમાં આ વધારો હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA)માં કરવામાં આવશે, જેના કારણે પગારમાં બમ્પર વધારો થશે. નાણાં મંત્રાલયે આ અંગે ૧૧.૫૬ લાખથી વધુ કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સ (એચઆરએ)ના અમલીકરણની માંગ પર મંથન શરૂ કર્યું છે. આ પ્રસ્તાવને મંજૂરી માટે રેલવે બોર્ડને મોકલવામાં આવ્યો છે.

દરખાસ્ત મંજૂર થયા પછી કર્મચારીઓને જાન્યુઆરી ૨૦૨૧ થી એચઆરએ મળશે. આ કર્મચારીઓના પગારમાં એચઆરએ મળતા જ ખૂબ જ વધારો થશે. ઇન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશન (આઇઆરટીએસએ) અને નેશનલ ફેડરેશન ઓફ રેલવેમેન (એનએફઆઇઆર)એ ૧ જાન્યુઆરી, ૨૦૨૧થી એચઆરએલાગુ કરવાની માંગ કરી છે.

હકીકતમાં, જ્યારે મોંઘવારી ભથ્થું ૨૫ ટકાથી વધુ હોય ત્યારે એચઆરએ આપોઆપ વધારો થઈ જતો હોય છે.ડીઓપીટીના જાહેરનામા અનુસાર કેન્દ્રીય કર્મચારીઓ માટે હાઉસ રેન્ટ એલાઉન્સ માં ફેરફાર મોંઘવારી ભથ્થાના આધારે કરવામાં આવ્યો છે. સરકારે હવે એચઆરએમાં અન્ય કેન્દ્રીય કર્મચારીઓને સામેલ કરવાનું શરૂ કર્યું છે. તમામ કર્મચારીઓને એચઆરએ વધવાથી ફાયદો થવા લાગ્યો છે. તેથી, શહેરને હવે કેટેગરી પ્રમાણે ૨૭ ટકા, ૧૮ ટકા અને ૯ ટકા એચઆરએ મળી રહ્યું છે. આ વધારો ડીએ સાથે ૧ જુલાઈ, ૨૦૨૧થી પણ અમલમાં આવ્યો છે.

હાઉસ રેન્ટ એલાઉન્સ (એચઆરએ)ની કેટેગરી એકસ, વાય અને ઝેડ કલાસ શહેરો અનુસાર છે. આનો અર્થ એ થયો કે એકસ કેટેગરીમાં આવતા કર્મચારીઓને હવે મહિને ૫૪૦૦ રૂપિયાથી વધુ એચઆરએ મળશે. ૩૬૦૦ પ્રતિ માસ વાય કલાસને અને ત્યારબાદ ઝેડ કલાસને મહિને ૧૮૦૦ રૂપિયા મળશે. એકસ કેટેગરી ૫૦ લાખથી વધુવસ્તી વાળા શહેરોને આવરી લે છે. આ શહેરોમાં કેન્દ્રીય કર્મચારીઓને ૨૭ ટકા એચઆરએ મળશે. વાય કેટેગરીના શહેરોમાં ૧૮ ટકા અને ઝેડ કેટેગરીમાં ૯ ટકા હશે.

(2:29 pm IST)