Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ભારતીય સેનાના બહાદુરોનું રાષ્ટ્રપતિ ભવનમાં સન્માન

ગયા વર્ષે ગલવાન ખીણમાં ચીનના દાંત ખાટા કરનાર : શહીદ થયેલા કર્નલ સંતોષ બાબૂને મરણોત્તર મહાવીર ચક્રથી સન્માનિત કરાયા

નવી દિલ્હી, તા.૨૩: લદ્દાખમાં ગયા વર્ષે ગલવાન ખીણમાં ચીની સેના સાથે થયેલા સંઘર્ષમાં ભારે પરાક્રમ દેખાડનાર ભારતીય સેનાના વીરોને આજે રાષ્ટ્રપતિ ભવનમાં સન્માનિત કરવામાં આવ્યા છે.

આ અથડામણમાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબૂને મરણોત્તર મહાવીર ચક્રથી સન્માનિત કરાયા હતા.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે સંતોષ બાબૂના પત્ની અને માતાએ આ સન્માન સ્વીકાર્યુ હતુ.આ સિવાય ચીની સેનાના દાંત ખાટા કરનારા બીજા જવાનો નાયબ સૂબેદાર નુડુરામ સોરેન, હવાલદાર કે પિલાની, નાયક દીપક સિંહ અને સિપાહી ગુરતેજ સિંહને પણ વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ બહાદુરો પણ અથડામણમાં શહીદ થયા હતા.તેમના વતી તેમની પત્નીઓએ સન્માન સ્વીકાર્યુ હતુ.કર્નલ સંતોષ બાબૂ ૧૬મી બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર હતા.ચીન સૈનિકો સાથે થયેલી અથડામણમાં તેમના સહિત ૨૦ જવાનો શહીદ થયા હતા.સંતોષ બાબૂને મહાવીર ચક્ર અપાયો છે.જે વીરતા માટેનો બીજો સૌથી મોટો પુરસ્કાર છે.

(3:23 pm IST)