Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા સામે FIR નોંધવા કોર્ટનો આદેશ : નકલી વીડિયો શેર કરવાના અંગે કાર્યવાહી

કેજરીવાલનો નકલી વિડિઓ પોસ્ટ કરવા મામલે દિલ્હી પોલીસે ફરિયાદ ન નોંધતા કોર્ટમાં અરજી

નવી દિલ્હી :  દિલ્હીની એક કોર્ટે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા વિરુદ્ધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો નકલી વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ FIR નોંધવાનો આદેશ આપ્યો છે.

આ વર્ષે જાન્યુઆરીમાં આમ આદમી પાર્ટીએ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા વિરુદ્ધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો કથિત નકલી વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી. કેસ નોંધાયો ન હોવાથી પક્ષકારે કોર્ટમાં અરજી કરી હતી. આ મામલે સુનાવણી કરતા કોર્ટે મંગળવારે પાત્રા વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો હતો.

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ તેમના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં અરવિંદ કેજરીવાલને કેન્દ્રના નવા કૃષિ કાયદાની પ્રશંસા કરતા દર્શાવવામાં આવ્યા હતા. વીડિયોમાં તેઓ આ કાયદાઓને છેલ્લા 70 વર્ષનું ક્રાંતિકારી પગલું ગણાવતા હતા. તેના પર AAPએ આ વીડિયોને ખોટો જણાવ્યો હતો.

(8:52 pm IST)