Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

દેશમાં આજે 68 લાખ લોકોને રસી અપાઈ રસીકરણનો કુલ આંકડો 118 કરોડને પાર

નવી દિલ્હી : દેશમાં એક બાજું કોરોનાના કેસો ઘટી રહ્યા છે, બીજી તરફ રસીકરણ અભિયાન પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકાર સતત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને વધુને વધુ લોકોને કોરોના રસીકરણ વિશે જાગૃત કરવા માટે કહી રહી છે.

 સરકારના આ પ્રયાસો હેઠળ આજે 23 નવેમ્બરે દેશમાં કોરોના રસીકરણનો આંકડો 118 કરોડને વટાવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના રસીના 68 લાખ ડોઝ આપવામાં આવ્યા છે, જેના પછી કુલ આંકડો 118 કરોડને પાર કરી ગયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પુડુચેરી, નાગાલેન્ડ, મેઘાલય અને મણિપુર સાથે કોરોના રસીકરણ અભિયાનને લઈને વર્ચ્યુઅલ બેઠક કરી હતી. આ દરમિયાન મનસુખ માંડવિયાએ કહ્યું કે, આપણે કોરોના રસીકરણના છેલ્લા તબક્કામાં છીએ. આવી સ્થિતિમાં, આપણે લોકોને સંપૂર્ણ રસીકરણ માટે ઝુંબેશ રસીકરણની ઝડપ અને વ્યાપ વધારવો પડશે.

(11:15 pm IST)