Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાશે: પ્રિયંકા ગાંધી:ચાર દિવસ માટે મધ્યપ્રદેશ જશે

કાલે યાત્રા બુરહાનપુર પાસે મધ્ય પ્રદેશમાં પ્રવેશ કરશે:કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ત્યા 4 દિવસ માટે યાત્રામાં સામેલ થશે

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા મધ્યપ્રદેશમાં ચાર દિવસ માટે ‘ભારત જોડો યાત્રા’માં ભાઇ રાહુલ ગાંધી સાથે સામેલ થશે. પાર્ટી મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

જયરામ રમેશે કહ્યુ, ‘ભારત જોડો યાક્રા માટે આજે પણ આરામનો દિવસ છે. કાલે યાત્રા બુરહાનપુર પાસે મધ્ય પ્રદેશમાં પ્રવેશ કરશે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ત્યા 4 દિવસ માટે યાત્રામાં સામેલ થશે.’ 7 સપ્ટેમ્બરથી પ્રારંભ થયેલી ‘ભારત જોડો યાત્રા’માં અત્યાર સુધી પ્રિયંકા ગાંધી સામેલ થયા નહતા. તે ગત દિવસોમાં હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રચાર અભિયાનમાં વ્યસ્ત હતા.

પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી કર્ણાટકના માંડ્યામાં આ યાત્રાનો ભાગ બન્યા હતા અને રાહુલ ગાંધી સાથે પદયાત્રા કરી હતી. રાહુલ ગાંધી અને કેટલાક અન્ય નેતાઓએ સાત સપ્ટેમ્બરે તમિલનાડુના કન્યાકુમારીથી આ યાત્રાની શરૂઆત કરી હતી. તે 3570 કિલોમીટરનું અંતર કાપીને શ્રીનગર પહોચશે અને ત્યા પહોચીને આ યાત્રા પૂર્ણ થશે.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મધ્ય પ્રદેશમાં 23 નવેમ્બરે પ્રવેશ કરવાની છે. આ યાત્રા મહારાષ્ટ્રમાં થઇને બુરહાનપુરથી મધ્ય પ્રદેશમાં પ્રવેશ કરશે. જોકે, આ યાત્રાના કાર્યક્રમમાં થોડો બદલાવ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધી પહેલા 27 નવેમ્બરે ડૉ. ભીમરાવ આંબેડકરના જન્મસ્થળ મહૂ જઇ રહ્યા હતા પરંતુ હવે 26 તારીખે જ મહૂ પહોચી જશે. આ સિવાય રાહુલ ગાંધીના મહાકાલ દર્શનના કાર્યક્રમમાં પણ બદલાવ થયો છે. પહેલા 1 ડિસેમ્બરે તે ઉજ્જેનમાં મહાલાકેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવાના હતા પરંતુ હવે તે એક દિવસ પહેલા જ ઉજ્જેન પહોચી જશે

(9:48 pm IST)