Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

દેશ કંગાલિયત તરફ અને સેનાપ્રમુખની અમીરી તરફ આગેકૂચ : પાક,સેના પ્રમુખ બાજવાનો પરિવાર 6 વર્ષમાં બન્યો અરબપતિ

છેલ્લા 6 વર્ષમાં બાજવાના સંબંધીઓ અને નજીકના મિત્રોએ ફાર્મ હાઉસ બનાવ્યા, કરાચી, લાહોર સહિત પાકિસ્તાનના મોટા શહેરોમાં આંતરરાષ્ટ્રીય બિઝનેસ અને કોમર્શિયલ પ્લાઝા શરૂ કર્યા:વિદેશમાં પણ પ્રોપર્ટી ખરીદી જેની કિંમત 12.7 અબજથી વધુ: બાજવાની પત્નીની આવક શૂન્યથી વધીને બે અબજ થઈ

નવી દિલ્હી : પાકિસ્તાનના એક મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે  પાકિસ્તાની આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાનો પરિવાર 6 વર્ષમાં અબજોપતિ બન્યો છે. પાકિસ્તાની પત્રકાર અહેમદ નૂરાનીએ બાજવાની નિવૃત્તિના માત્ર 8 દિવસ પહેલા રવિવારે ‘ફેક્ટ ફોકસ’ માટે લખેલા તેમના અહેવાલમાં આ વાત કહી છે. બાજવાનો કાર્યકાળ 29 નવેમ્બરે પૂરો થાય છે.

  નૂરાનીએ કહ્યું- છેલ્લા 6 વર્ષમાં બાજવાના સંબંધીઓ અને નજીકના મિત્રોએ ફાર્મ હાઉસ બનાવ્યા, કરાચી, લાહોર સહિત પાકિસ્તાનના મોટા શહેરોમાં આંતરરાષ્ટ્રીય બિઝનેસ અને કોમર્શિયલ પ્લાઝા શરૂ કર્યા. આ સિવાય તેણે વિદેશમાં પણ પ્રોપર્ટી ખરીદી છે. આ પ્રોપર્ટીની કિંમત 12.7 અબજથી વધુ છે. આ ડીલ બાજવાની પત્ની આયેશા અમજદ, વહુ મહનૂર સાબીર અને પરિવારના કેટલાક નજીકના સભ્યોના નામે કરવામાં આવી છે

  આયેશા અમજદના નામે 2016માં આઠ નવી મિલકતો ખરીદવામાં આવી હતી. જે 17 એપ્રિલ 2018 ના રોજ નાણાકીય નિવેદનમાં નોંધવામાં આવ્યા હતા. તે સમયે પણ બાજવા આર્મી ચીફ હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે – 2015માં આયેશાના નામે એક પણ પ્રોપર્ટી નહોતી. પરંતુ 2016માં તમામ મિલકતોનો સમાવેશ કરીને તેમની આવક શૂન્યથી વધીને 2.2 અબજ થઈ હતી. તેવી જ રીતે બાજવાની પુત્રવધૂ મહનૂર સાબીરના નામે પણ ઘણી મિલકતો ખરીદવામાં આવી હતી. 2018 માં લગ્નના એક અઠવાડિયાની અંદર, મહનૂરની આવક શૂન્યથી લગભગ એક અબજ થઈ ગઈ.

  ટેક્સ રિટર્ન અને નાણાકીય નિવેદનોને ટાંકીને નૂરાનીએ રિપોર્ટમાં જણાવ્યું હતું કે – જ્યારે તેઓ આર્મી ચીફ હતા ત્યારે 2013 થી 2017 દરમિયાન બાજવાના આવકના નિવેદનોમાં ત્રણ ફેરફારો થયા હતા. બાજવાના જણાવ્યા અનુસાર, તેણે 2013 પહેલા લાહોરમાં એક પ્રોપર્ટી ખરીદી હતી, પરંતુ નિવેદનમાં તેની જાહેરાત કરવાનું ભૂલી ગયા હતા. પછીના ચાર વર્ષ સુધી તેણે આ મિલકત વિશે કોઈને જાણ કરી ન હતી. ત્યારબાદ 2017માં ફરીથી આર્મી ચીફ બન્યા બાદ તેમણે પોતાનું નાણાકીય નિવેદન સુધારીને આ સંપત્તિ જાહેર કરી.

(11:50 pm IST)