Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

મૂડીઝ ગ્‍લોબલ ઇએસજી રેટીંગમાં અદાણી પોર્ટસ અને સ્‍પેશિયલ ઇકોનોમિક ઝોનને ટોચનું રેન્‍કીંગ

વિશ્વમાં ટ્રાન્‍સપોર્ટ અને લોજીસ્‍ટિકસના ઉભરતા બજારમાં અદાણી પોર્ટ અને સેઝને પ્રથમ સ્‍થાન મળ્‍યું તમામ સેકટરની ભારતની કંપનીઓમાં APSEZ પ્રથમ રેન્‍ક મેળવનાર પહેલી કંપની

રાજકોટ તા. ૨૩ : મુડીના ૨૦૨૨ના ESG Solutionsના તેના છેલ્લા આકલનમાં અદાણી પોર્ટ્‍સ અને સ્‍પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) એ પરિવહન અને લોજિસ્‍ટિકસ ક્ષેત્રમાં ઉભરતા તમામ બજારોમાં વૈશ્વિક સ્‍તરે પ્રથમ સ્‍થાન મેળવ્‍યું છે. આ રેટીંગ સંસ્‍થાએ તેના મૂલ્‍યાંકનમાં કંપનીના શ્રેણીબધ્‍ધ દીશાસૂચનો, નીતિઓ, પ્રક્રિયાઓ અને પર્યાવરણ, માનવ અધિકારો, કોપાર્ોેરેટ ગવર્નન્‍સ, માનવ સંસાધન અને સમૂદાયોની સામેલગીરીને આવરી લઇને પ્રથમ રેન્‍કના સ્‍થાને મૂકી છે. 

APSEZ ને ૫૯ ભારતીય કંપનીઓમાં પ્રથમ અને વૈશ્વિક સ્‍તરે ઊભરતાં બજારોમાં તમામ ક્ષેત્રો/ઉદ્યોગોમાં ૮૪૪ કંપનીઓમાં નવમું સ્‍થાન આપવામાં આવ્‍યું છે જેમાં અન્‍ય તમામ વૈશ્વિક ESG અગ્રણીઓમાં તેની શ્રેષ્ઠ કામગીરીનું સ્‍થાન દર્શાવે છે. એકંદરે, કંપનીએ વિશ્વભરના તમામ ઉદ્યોગો અને ક્ષેત્રોમાં મૂડીઝ દ્વારા મૂલ્‍યાંકન કરાયેલી ૪,૮૮૫ કંપનીઓમાં ૯૭ પર્સેન્‍ટાઇલનો સ્‍કોર કર્યો મેળવ્‍યો છે. જે ભારતીય ઉદ્યોગ જગત માટે ગૌરવપ્રદ પ્રસંગ છે.

વૈશ્વિક સ્‍તરે વિવિધિકરણ ધરાવતા અદાણી ગ્રુપના હિસ્‍સારૂપ, અદાણી પોર્ટસ એન્‍ડ સ્‍પેશ્‍યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) પોર્ટ કંપનીમાંથી પોર્ટસ એન્‍ડ લોજીસ્‍ટીક્‍સ પ્‍લેટફોર્મ તરીકે ઉભરી આવી છે. વ્‍યૂહાત્‍મક સ્‍થળોએ આવેલા ગુજરાતમાં મુંદ્રા, દહેજ, તુના અને હજીરા, ઓડીશામાં ધામરા, ગોવામાં માર્મુગોવા, આંધ્ર પ્રદેશમાં ગંગાવરમ, વિશાખાપટ્‍નમ અને ક્રિશ્નાપટનમ, મહારાષ્ટ્રમાં દીઘી અને ચેન્નાઈમાં એનરોન સહિત ૧૨ પોર્ટસ અને ટર્મિનલ્‍સ સાથે તે સૌથી મોટી પોર્ટ ડેવલપર અને ઓપરેટર છે, જે દેશની કુલ પોર્ટ ક્ષમતામાંથી ૨૪ ટકાનું પ્રતિનિધિત્‍વ કરે છે. આ પોર્ટ સાગરકાંઠાના વિસ્‍તારો અને હિન્‍ટરલેન્‍ડનો વ્‍યાપક જથ્‍થો હેન્‍ડલ કરે છે. કંપની કેરાલામાં વિઝીન્‍ઝામ ખાતે ટ્રાન્‍સશીપમેન્‍ટ પોર્ટ વિકસાવી રહી છે.

કંપનીના પોર્ટસ એન્‍ડ લોજીસ્‍ટીક પ્‍લેટફોર્મમાં ઈન્‍ટિગ્રેટેડ લોજીસ્‍ટીક્‍સ ક્ષમતાઓ અને ઈન્‍ડસ્‍ટ્રિયલ ઈકોનોમિક ઝોન્‍સના બંદરો અને એકમોનો સમાવેશ થાય છે, જે અમને લાભદાયી સ્‍થિતિમાં મૂકે છે અને ગ્‍લોબલ સપ્‍લાય ચેઈનમાં પ્રભાવક સ્‍થાન આપે છે. અમારૂં વિઝન આગામી દાયકામાં દુનિયાના સૌથી મોટા પોર્ટસ અને લોજીસ્‍ટીક્‍સ પ્‍લેટફોર્મ બનવાનું છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં કાર્બન ન્‍યૂટ્રલ બનવાના બેઝ સાથે સાયન્‍સ બેઝ્‍ડ ટાર્ગેટ ઈનિશ્‍યેટિવ (SBTi) ઉપર હસ્‍તાક્ષર કર્યા છે અને તે મારફતે ગ્‍લોબલ વોર્મિંગને પ્રિ-ઈન્‍ડસ્‍ટ્રિયલ લેવલના ૧.૫  સેન્‍ટીગ્રેડ સુધી રાખીને એમિશનમાં ઘટાડો કરવાની કટિબધ્‍ધતા દાખવી છે.

(10:31 am IST)