Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

સોનાલી ફોગાટને બળજબરીથી ડ્રગ્‍સ અપાયું

સોનાલી ફોગાટ હત્‍યા કેસમાં સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી

નવી દિલ્‍હી,તા.૨૩: સોનાલી ફોગાટ હત્‍યા કેસમાં સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી છે. સોનાલીનું ગોવાના કર્લીઝ બારમાં શંકાસ્‍પદ સંજોગોમાં મોત થયું હતું. સોનાલીના પીએ સુધીર સાંગવાન અને સુખવિંદર પર આરોપ છે કે તેણે તેને બળજબરીથી ડ્રગ્‍સ આપીને તેની હત્‍યા કરી હતી. સોનાલીની હત્‍યા માટે બંનેની એક જ સમયે ધરપકડ કરવામાં આવી હતી. હવે સીબીઆઈએ બંને સામે ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઇ સૂત્રોએ આ માહિતી આપી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, માપુસામાં જયુડિશિયલ મેજિસ્‍ટ્રેટ ફર્સ્‍ટ ક્‍લાસ (JMFC) સમક્ષ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. બ્‍યુરોએ આ કેસમાં ધરપકડ કરાયેલા સાંગવાન અને સુખવિંદર સિંહની કોલવાલે જેલમાં પૂછપરછ કરી હતી. સીબીઆઈએ ગોવા પોલીસના ૫૦૦ થી વધુ પાનાના દસ્‍તાવેજોની પણ તપાસ કરી છે. આમાં સાક્ષીઓના નિવેદન પણ નોંધવામાં આવ્‍યા છે. સીબીઆઈએ કર્લીના ક્રાઈમ સીનને પણ રિક્રિએટ કર્યું, જયાં ફોગાટને કથિત રીતે ડ્રગ આપવામાં આવ્‍યું હતું.

તમને જણાવી દઈએ કે હરિયાણાના મુખ્‍યમંત્રીની વિનંતી અને ખાપ મહાપંચાયતની માંગ બાદ રાજય સરકારે ફોગાટ હત્‍યા કેસને CBIને ટ્રાન્‍સફર કરી દીધો હતો. સોનાલી ફોગટની પુત્રી યશોધરા ફોગટે પણ સીબીઆઈ તપાસની માંગ કરી છે. આ માટે યશોધરાએ વડાપ્રધાન મોદીને પત્ર પણ લખ્‍યો હતો.

૨૩ ઓગસ્‍ટના રોજ સોનાલી ફોગાટના મૃત્‍યુ પછી હત્‍યાના કેસની તપાસ કરી રહેલી ગોવા પોલીસને કોઈ નક્કર પુરાવા મળ્‍યા નથી અને તે શ્નહત્‍યાઙ્ખના કોઈ હેતુ પર પહોંચી શકી નથી. શરૂઆતમાં ગોવા પોલીસે અકુદરતી મૃત્‍યુનો કેસ નોંધ્‍યો હતો, પરંતુ પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ આવ્‍યા બાદ હત્‍યાનો કેસ નોંધવામાં આવ્‍યો હતો. ગોવા પોલીસે અગાઉ કહ્યું હતું કે સોનાલી ફોગટને અંજુના બીચ પર પ્રખ્‍યાત રેસ્‍ટોરન્‍ટ-કમ-નાઈટક્‍લબ કર્લીઝમાં આરોપીઓએ મેથામ્‍ફેટામાઈન ડ્રગ્‍સ (મેથ) પીવા માટે દબાણ કર્યું હતું. આ મહિનાની શરૂઆતમાં કર્લીઝ રેસ્‍ટોરન્‍ટના માલિક એડવિન નુન્‍સને તેલંગાણા પોલીસે ડ્રગના કેસમાં ગોવાના અંજુનાથી ધરપકડ કરી હતી. આ સપ્‍ટેમ્‍બરમાં સોનાલી ફોગાટના મૃત્‍યુ બાદ ધરપકડ કરાયેલા પાંચ લોકોમાં નુસનો સમાવેશ થાય છે. બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્‍યો હતો.

 

(10:44 am IST)