Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ઓનલાઇન પ્રચાર યુધ્ધ ચરમસીમાઍ

તમામ પક્ષો સોશ્યલ મીડિયાના સહારેઃ ટવીટર-ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપર ધુમ

નવી દિલ્હી, તા.૨૩ : ભાજપા ગુજરાતના ઓફીશ્યલ ટવીટર હેન્ડલની કામગીરીમાં ઍક અઠવાડીયામાં ૭૨ ટકાનો વધારો થયો છે. માત્ર રવિવારે જ દર ૧૨ મીનીટે ઍકની સરેરાશથી ૧૧૨ પોસ્ટ મુકાઇ હતી. ઍ દિવસે ભાજપાઍ વડાપ્રધાન મોદીના ભાષણો સહિત ૩૬ વીડીયો પોતાના ફેસબુક પેજ પર અપલોડ કર્યા હતા.

અન્ય પક્ષો પણ સોશ્યલ મીડીયા પર પ્રચાર વધારી રહ્ના છે. કોંગ્રેસની સાપ્તાહિક પોસ્ટમાં ૪૦ ટકાનો આપની પોસ્ટમાં ૫૦ ટકા વધારો ગત સપ્તાહની સરખામણીમાં જાવા મળ્યો છે. પ્રથમ તબક્કાના ૧ ડીસેમ્બરે થનારા મતદાન આડે માંડ ૧૦ દિવસ પણ નથી રહ્ના ત્યારે પ્રચાર હવે અંતિમ તબક્કામાં પ્રવેશ્યો છે. બધા પક્ષો ત્રણ મુખ્ય સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ટવીટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને ઉપયોગ યુવાઓને આકર્ષવા કરી રહ્ના છે.

ઍક વિશ્લેષણ દર્શાવે છે કે મોટા ભાગના સ્થાનિક નેતાઓ રાષ્ટ્રીય નેતાઓ અથવા પક્ષના ટવીટને રીટવીટ કરી રહ્ના છે. ટવીટર પર ભાજપા ગત વર્ષોમાં તેણે કરેલા કામના આંકડાઓ દર્શાવવા પર ધ્યાન આપી રહી છે, કોંગ્રેસ ભ્રષ્ટ્રાચારના આક્ષેપો કરી રહી છે અને મોંઘવારી પર ધ્યાન આપી રહી છે જયારે આપ બદલાવની જરૂરિયાત પર ભાર મૂકે છે.

સત્યેન્દ્ર જૈનના તાજેતરમાં આવેલ વીડીયો પછી ભાજપા અને કોંગ્રેસ બંને આપ પર હુમલા કરી રહી છે તો કોંગ્રેસ અને આપ ભાજપા પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને હુમલો કરી રહ્ના છે. બંને પક્ષો પોતાની સરકારવાળા રાજયો રાજસ્થાન અને પંજાબના ઉદાહરણો આપીને પોતાની સરકાર આવશે તો શું કરશે તેના વચનો આપી રહ્ના છે.

(11:25 am IST)