Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

સત્‍યેન્‍દ્ર જૈનનો નવો વિડિયોઃ મસાજ બાદ જેલમાં હોટલનું ભોજન ખાતા જોવા મળ્‍યા

'VVIP મજા... સજા નહીં'- તિહાર જેલમાં સત્‍યેન્‍દ્ર જૈનના નવા વીડિયો પર ભાજપ ફરી આક્રમક

નવી દિલ્‍હી, તા.૨૩: દિલ્‍હી સરકારના મંત્રી સત્‍યેન્‍દ્ર જૈનનો દિલ્‍હીની તિહાર જેલમાં મસાજ કરાવવાનો વીડિયો સામે આવ્‍યા બાદ હવે વધુ એક વીડિયો સામે આવ્‍યો છે. આ વીડિયોમાં સત્‍યેન્‍દ્ર જૈન ફૂડ ખાતા જોવા મળી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે સત્‍યેન્‍દ્ર જૈનને જેલમાં હોટલમાંથી લાવેલું ભોજન પીરસવામાં આવી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સત્‍યેન્‍દ્ર જૈન પોતાના સેલમાં ખૂબ જ આરામથી ભોજન કરી રહ્યા છે. જ્‍યારે રાઉઝ એવન્‍યુ કોર્ટમાં સત્‍યેન્‍દ્ર જૈન વતી અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્‍યું છે કે તેણે ૬ મહિનાથી એક દાણો પણ ખાધો નથી. વાસ્‍તવમાં, જૈન ધર્મ અનુસાર, વ્‍યક્‍તિ મંદિરમાં જઈને પૂજા કર્યા વિના રાંધેલું ભોજન ખાઈ શકતું નથી, તે ફક્‍ત ફળો અને કાચા શાકભાજી પર આધારિત છે. તેને તિહાર જેલ પ્રશાસને પણ બંધ કરી દીધો છે. તેના વજનમાં ૨૮ કિલોનો ઘટાડો થયો છે. કોર્ટે આ મામલે સત્‍યેન્‍દ્ર જૈન પાસેથી રિપોર્ટ માંગ્‍યો હતો, આજે ચુકાદો સંભળાવશે.

(11:31 am IST)