Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ ફોજદારી અપીલો, જમીન સંપાદન, ટેક્સ, તથા મોટર અકસ્માત કેસોની સુનાવણી માટે આગામી સપ્તાહથી ચાર વિશેષ બેન્ચની રચના : દેશના ચિફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડની ઘોષણાં : વિગતવાર માહિતી હવે પછીથી જાહેર કરાશે

ન્યુદિલ્હી : ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડે બુધવારે કહ્યું કે આવતા સપ્તાહથી સુપ્રીમ કોર્ટમાં ચાર વિશેષ બેન્ચ બેસશે.જે

1. ફોજદારી અપીલ;

2. જમીન સંપાદન બાબતો;

3. મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ કેસ;તથા

4. પ્રત્યક્ષ અને પરોક્ષ કર.ની સુનાવણી હાથ ધરશે .

CJI ચંદ્રચુડે એ પણ ખુલાસો કર્યો હતો કે જસ્ટિસ સૂર્યકાંત જમીન અધિગ્રહણના મામલાઓ સાથે કામ કરતી બેંચનું નેતૃત્વ કરશે.

બેન્ચની વિગતવાર રચના હવે પછી જાહેર થશે તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:20 pm IST)