Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

સવારમાં ઘરમાં ચકલીનો પ્રવેશ કે ગાયનું આગમન શુભ સંકેત દર્શાવે

શુભ સંકેત જણાવે છે કે તમારા જીવનમાં ખુશીઓ અને સફળતા આવશે

નવી દિલ્‍હીઃ સવારના પહોરમાં ચકલીનો પ્રવેશ અને તેનુ બોલવુ એ સારા સંકેતની નિશાની છે. જો ગાયનું આગમન થાય તો પણ તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

જીવનમાં સારો અને ખરાબ બંને પ્રકારનો સમય આવે છે. આ સારો અને ખરાબ સમય આવતાં પહેલાં વિભિન્ન રીતોથી સંકેત પણ આપે છે. ધર્મ, જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રના ઉપરાંત શકુન શાસ્ત્રમાં પણ એવા શુભ-અશુભ સંકેતો વિશે વિસ્તારપૂર્વક બતાવવામાં આવ્યું છે. આજે અમે કેટલા એવા શુભ સંકેતિ વિશે જણાવીશું કે જે આપણને જીંદગીની સામાન્ય ઘટનાની માફક લાગે છે પરંતુ આ સંકેત સોનેરી દિવસ શરૂ થવાનો ઇશારો આપે છે. 

સારા દિવસ આવવાના શુભ સંકેત

ઘરમાં ચકલીનું આગમન: ઘરમાં ચકલીના આગમનને શુભ ગણવામાં આવે છે. જો સવાર સવારમાં તમારી ઘરની બાલ્કની અથવા આંગણામાં ચકલી આવવા લાગે અને બોલવા લાગે તો આ શુભ સંકેત છે. આ ઘટના જણાવે છે કે તમારા સારો સમય શરૂ થવાનો છે. તમારા જીવનમાં ખુશીઓ, સફળતા અને ધન આવવાનું છે. 

ઘરના દરવાજા પર ગાયનું આગમન: હિંદુ ધર્મમાં ગાયને પૂજનીય ગણવામાં આવે છે અને ગાયનું દૂધ, છાણ વગેરેને પણ મહત્વપૂર્ણ દરજ્જો આપવામાં આવ્યો છે. જો સવાર સવારમાં ગાય તમારા દરવાજા પર આવવા લાગે અથવા છાણ કરીને જાય તો એ પણ જીવનમાં ખુશહાલી આવવાના સંકેત છે. એવી સ્થિતિમાં ગાયને રોટલી જરૂર ખવડાવો. તેનાથી લક્ષ્મી પ્રસન્ન થઇને જલદી જ ખૂબ સુખ-સમૃદ્ધિ આપે છે. 

પૂજાનું નારિયેળ દેખાવવું: સવાર સવારમાં પૂજાનું નારિયેળ દેખાવવું અથવા મંદિરની ઘંટી સંભળાવવી પણ ખૂબ શુભ સંકેત છે. આ પ્રકારે સવારે શંખનો અવાજ સંભળાય તો તમને મોટી સફળતા મળવાનો ઇશારો આપે છે. આ દર્શાવે છે કે તમારા પર માતા લક્ષ્મી જલદી જ મહેરબાન થનાર છે. 

જળથી ભરેલો કળશ: સવારના સમયે ઘરમાંથી નિકળતી વખતે જળથી ભરેલું પાત્ર દેખાવવું શુભ ગણવામાં આવે છે. આમ થવું કામમાં સફળતા મળવી, ધન લાભ થવો અથવા કોઇ શુભ ઘટના સર્જાવવા તરફ ઇશારો છે.

(5:32 pm IST)