Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

સેનિટરી નેપકિન્સની મોટાભાગની લોકપ્રિય બ્રાન્ડ્સમાં હાનિકારક રસાયણો : સ્વાસ્થ્ય માટે ખતરનાક: રિપોર્ટ

દેશમાં આ રસાયણોના ઉપયોગને મર્યાદિત કરવા ફરજિયાત નિયમનની ગેરહાજરીમાં ઉત્પાદકો ભાગ્યે જ આ રસાયણોની મહિલાઓના સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની પ્રતિકૂળ અસરો થશે

 નવી દિલ્હી સ્થિત બિન-લાભકારી સંસ્થા ટોક્સિક્સ લિંક દ્વારા કરવામાં આવેલા રિપોર્ટમાં બહાર આવ્યું છે કે ભારતમાં વેચાતા સેનિટરી નેપકિન્સની મોટાભાગની લોકપ્રિય બ્રાન્ડ્સમાં હાનિકારક રસાયણો હોય છે.

સોમવાર, 21 નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દેશમાં આ રસાયણોના ઉપયોગને મર્યાદિત કરવા માટે કોઈ ફરજિયાત નિયમનની ગેરહાજરીમાં ઉત્પાદકો ભાગ્યે જ આ રસાયણોની મહિલાઓના સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની પ્રતિકૂળ અસરો તરફ ધ્યાન આપે છે.

‘રેપ્ડ ઇન સિક્રસી’ શીર્ષક ધરાવતા આ અહેવાલમાં સંશોધકોએ બે વિશિષ્ટ રસાયણો – થેલેટ્સ અને અસ્થિર કાર્બનિક સંયોજનો (VOCs)ની હાજરી શોધવા માટે હાથ ધરેલી વિગતવાર તપાસમાં સામે આવ્યું છે.

થેલેટ્સ નો ઉપયોગ વિવિધ ઉત્પાદનોમાં પ્લાસ્ટિસાઇઝર તરીકે થાય છે. પ્લાસ્ટિસાઇઝર્સ એ રસાયણો છે જેનો ઉપયોગ ઉત્પાદનને નરમ, લવચીક બનાવવા અને સપાટી પરના ઘર્ષણને ઘટાડવા માટે થાય છે. આને લગભગ એક સદીથી વિવિધ પ્લાસ્ટિક ઉત્પાદનોમાં ઉપયોગમાં લેવાય છે.

રિપોર્ટના લેખકો દાવો કરે છે કે સેનિટરી પેડ્સમાં તેનો ઉપયોગ તેમના વિવિધ સ્તરોને બાંધવા અને તેમની સ્થિતિસ્થાપકતા વધારવા માટે કરવામાં આવે છે. સંશોધકોએ બજારમાં ઉપલબ્ધ 10 વિવિધ પ્રકારના સેનિટરી પેડ્સ – ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક -નું પરીક્ષણ કર્યું. તેઓએ રિપોર્ટમાં આ દરેક ઉત્પાદનો માટે થેલેટ્સ અને VOCsનો જથ્થો અલગ-અલગ રજૂ કર્યો છે.

અહેવાલો સૂચવે છે કે ભારતમાં સૌથી વધુ વેચાતા સેનિટરી પેડ્સમાંથી બેમાં છ પ્રકારના થેલેટ્સ છે. ફેથલેટ્સની કુલ માત્રા 10 થી 19,600 માઇક્રોગ્રામ પ્રતિ કિલોગ્રામ સુધીની છે અને આ ઉત્પાદનોમાં કુલ 12 વિવિધ પ્રકારના થેલેટ્સ મળી આવ્યા હતા.

વિવિધ વૈજ્ઞાનિક અભ્યાસોને ટાંકીને રિપોર્ટમાં ઘણા સ્વાસ્થ્ય અંગેના ખતરાઓ સામે ઇશારો કરવામાં આવ્યો છે જે થેલેટ્સ થકી થઇ શકે છે. આમાં એન્ડોમેટ્રિઓસિસ, ગર્ભાવસ્થા સંબંધિત જટિલતાઓ, ગર્ભના વિકાસની સમસ્યાઓ, ઇન્સ્યુલિન પ્રતિકાર, હાઈ બ્લડ પ્રેશર જેવી ઘણી સમસ્યાઓનો સમાવેશ થાય છે. જો કે આ રિપોર્ટમાં એ જણાવવામાં આવ્યું નથી કે તેની અસર કેટલી સ્પષ્ટ થઈ શકે છે.

રિપોર્ટના લેખકોમાંના એક પ્રીતિ મહેશે જણાવ્યું હતું કે આ દસ્તાવેજ કોઈપણ રીતે એવો દાવો કરતું નથી કે માત્ર સેનિટરી પેડ્સ જ વ્યક્તિને થેલેટ્સના સંપર્કમાં લાવે છે. તેમણે કહ્યું, ‘આવી રીતના ખતરાઓ અન્ય ઘણી રીતે પણ શક્ય છે, પરંતુ યોનિમાર્ગની પેશીઓની ત્વચા બાકીના પેશીઓ કરતાં વધુ સંવેદનશીલ હોય છે.’

જ્યારે પૂછવામાં આવ્યું કે શું થેલેટ્સનો કોઈ વિકલ્પ નથી, ત્યારે પ્રીતિ જે ટોક્સિક્સ લિંકના મુખ્ય પ્રોગ્રામ કોઓર્ડિનેટર પણ છે, તેમણે ધ કહ્યું કે, “છે, પરંતુ થેલેટ્સ સૌથી સહેલાઈથી ઉપલબ્ધ છે. કોઈ નિયમન ન હોવાથી અન્ય વિકલ્પો પર વિચાર કરવા માટે ઉદ્યોગો તરફથી કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “થેલેટ્સ માટે અવેજી ઉત્પાદન પ્રક્રિયામાં ફેરફાર કરશે કે પછી પેડ્સમાંથી તેને દૂર કરવાથી તેમની મૂળભૂત કાર્યક્ષમતાને અસર થશે – આ બે પ્રશ્નો છે જેનાથી ઉદ્યોગ ઝઝૂમી રહ્યો છે.”

રિપોર્ટ બહાર પાડતા પહેલા ટોક્સિક્સ લિંક્સ (ToxicsLynx)એ આ કંપનીઓને પત્ર લખ્યો ન હતો. પ્રીતિ મહેશે કહ્યું કે રિપોર્ટ જાહેર થયા બાદ હવે કરશે.

(7:44 pm IST)