Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

સત્યેન્દ્ર જૈને શું જેલમાં તેમની ઓફિસ ખોલી છે?” તેમને આ માટે મંજૂરી કોણે આપી? આ કરવા માટે? :કિરણ બેદી

જો તેમને માસિક પગાર મળી રહ્યો છે, તો તેના બદલામાં તેઓ શું કામ કરે છે? કિરણ બેદીએ તિહાર જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનના નવા વીડિયો પર ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી :તિહાર જેલના પૂર્વ ડીજી અને પૂર્વ આઈપીએસ અધિકારી કિરણ બેદીએ તિહાર જેલમાંથી ‘આપ’ નેતા અને દિલ્હી સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈનના લીક થયેલા વીડિયો પર નિશાન સાધ્યું છે.

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા, તેમણે કહ્યું, “તે જેલ પ્રશાસનની ભૂલ છે, કારણ કે તે રાજકીય વ્યવસ્થાને રિપોર્ટ કરે છે. જ્યારે તેમના પોતાના મંત્રીઓ જેલમાં હોય ત્યારે તેઓ કેવી રીતે કાર્ય કરશે? જો નિયમો પરવાનગી આપે તો તેમના (સત્યેન્દ્ર જૈન) સસ્પેન્શન અથવા બરતરફીની ભલામણ ઉપ રાજ્યપાલ, રાષ્ટ્રપતિ કરી શકો છો.

કિરણ બેદીએ કહ્યું કે સત્યેન્દ્ર જૈનને કદાચ ખબર ન હતી કે તિહાર જેલમાં દરેક જગ્યાએ કેમેરા લગાવવામાં આવ્યા છે. બધું રેકોર્ડ કરવામાં આવી રહ્યું છે.

તેમણે કહ્યું, “તેની તપાસ થવી જોઈએ કે શું તેમને (સત્યેન્દ્ર જૈન)ને પણ પગાર આપવામાં આવી રહ્યો છે? જો તેમને માસિક પગાર મળી રહ્યો છે, તો તેના બદલામાં તેઓ શું કામ કરે છે? શું તેમણે જેલમાં તેમની ઓફિસ ખોલી છે?” તેમને મંજૂરી કોણે આપી? આ કરવા માટે?”

આજે તિહાડ જેલમાંથી સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે સંભવતઃ બહારથી મંગાવેલું ભોજન ખાતા જોવા મળી રહ્યા છે. આ પહેલા તેમનો જેલની અંદર મસાજ કરાવતો વધુ એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ ભાજપ અને કોંગ્રેસ બંનેએ આમ આદમી પાર્ટી પર પ્રહારો શરૂ કર્યા છે

(8:00 pm IST)