Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

સુપ્રીમ કોર્ટે ચૂંટણી કમિશનરની નિમણૂંક સબંધિત ફાઇલ માંગી :જો નિમણૂંક કાયદેસર છે તો પછી ગભરાવાની શું જરૂરત છે ??

 SCએ કહ્યું કે સુનાવણી શરૂ થયાના ત્રણ દિવસમાં નિમણૂંક કરી દેવાઈ:જો કોર્ટમાં સુનાવણી દરમિયાન નિમણૂંક ન થઈ હોત તો તે યોગ્ય હતું.

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટે ચૂંટણી કમિશનરની નિમણૂંકમાં હસ્તક્ષેપ કરતા અરુણ ગોયલની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક સંબંધિત ફાઇલ માંગી છે. SCએ કહ્યું કે સુનાવણી શરૂ થયાના ત્રણ દિવસમાં નિમણૂંક કરી દેવામાં આવી હતી. નિમણૂંક અંગે અરજી દાખલ કર્યા બાદ આ નિમણૂંક કરવામાં આવી હતી. અમે જાણવા માંગીએ છીએ કે નિમણૂંક માટે શું પ્રક્રિયા અનુસરવામાં આવી હતી. જો આ નિમણૂંક કાયદેસર રીતે કરવામાં આવી હોય તો ગભરાવાની જરૂરત છે. જો કોર્ટમાં સુનાવણી દરમિયાન નિમણૂંક ન થઈ હોત તો તે યોગ્ય હતું.

અસલમાં અરજદાર પ્રશાંત ભૂષણે બંધારણીય બેંચને કહ્યું હતું કે તેમણે ગુરુવારે આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ પછી સરકારે VRS આપીને એક સરકારી અધિકારીને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા. જ્યારે અમે આ અંગે અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ અધિકારીની નિમણૂંક સાથે જોડાયેલી ફાઈલો રજૂ કરો જેથી અમે ખાતરી કરી શકીએ કે કંઇ ખોટું થયુ ન હોય. જો આ નિમણૂંક કાયદેસર છે તો પછી ગભરાવાની શું જરૂરત છે. જો કોર્ટમાં સુનાવણી દરમિયાન નિમણૂક ન થઈ હોત તો તે યોગ્ય રહ્યું હોત.

(8:04 pm IST)