Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

મેરઠનું નામ બદલીને ‘નાથૂરામ ગોડસે નગર’ કરવા હિન્દૂ મહાસભાની માંગણી : વિવાદ થવાની શકયતા

 અભિષેક અગ્રવાલે કહ્યુ કે મેરઠ જિલ્લાના ગામડાઓ અને શહેરોમાં પણ ઉમેદવારો ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે તમામ ઉમેદવારોએ એફિડેવિટ ભરવાનું રહેશે.

નવી દિલ્હી :અખિલ ભારત હિન્દૂ મહાસભાએ મેરઠમાં મહાનગરપાલિકાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. અખિલ ભારત હિન્દૂ મહાસભાના પ્રદેશ પ્રવક્તા અને મેરઠ જિલ્લાના ચૂંટણી પ્રમુખ અભિષેક અગ્રવાલે કહ્યુ કે આ વખતે હિન્દૂ મહાસભા પોતાની તરફથી મેરઠ જિલ્લાના તમામ વોર્ડ સહિત મેયર પદ માટે ઉમેદવાર ઉતારશે. અભિષેક અગ્રવાલે કહ્યુ કે મેરઠ જિલ્લાના ગામડાઓ અને શહેરોમાં પણ ઉમેદવારો ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે તમામ ઉમેદવારોએ એફિડેવિટ ભરવાનું રહેશે.

હિન્દૂ મહાસભાના પ્રવક્તાએ કહ્યુ કે, ચૂંટણી દાવાની યાદીમાં પ્રથમ કામ ભારતને હિન્દૂ રાષ્ટ્ર બનાવવાનું હશે, બીજુ કામ દરેક હિન્દૂને ગાય માતાને પાળવાનું કામ કરવુ પડશે. ત્રીજુ કામ ભારતની અંદર થઇ રહેલા ધર્માતરણ જેવા મુખ્ય મુદ્દા પર તેમણે હંમેશા કામ કરવુ પડશે. ભારતની અંદર વધતી ઇસ્લામિક તૃષ્ટિકરણની રાજનીતિને સમાપ્ત કરવી પડશે અને જો હિન્દૂ મહાસભા મહાનગરપાલિકામાં પોતાનો મેયર અને કાઉન્સીલરની શહેરની સરકાર બનાવે છે તો મેરઠનું નામ બદલીને નાથૂરામ ગોડસે નગર કરવામાં આવશે.

આ સાથે જ મેરઠ શહેરના જિલ્લાના તમામ ઇસ્લામિક ક્ષેત્રનું નામ બદલીને હિન્દૂ મહાપુરૂષોના નામ પર કરવામાં આવશે. આ સિવાય મેરઠની તમામ સરકારી સંસ્થાઓની આસપાસ વિસ્તારના રસ્તાનું નામ બદલીને દેશના મહાન ક્રાંતિકારીઓના નામ પર કરવામાં આવશે. જે વ્યક્તિ અપક્ષ ચૂંટણી લડવા માંગે છે તે વ્યક્તિઓને પણ હિન્દૂ મહાસભા પોતાની તરફથી ચૂંટણી લડાવશે.

અભિષેક અગ્રવાલે કહ્યુ કે આજે આખા ભારત વર્ષમાં કોઇ પણ સંગઠન હિન્દૂવાદી રાજનીતિ કરવા તૈયાર નથી અને જેને કારણે દેશની અંદર ઇસ્લામિક તૃષ્ટિકરણ વધી રહ્યુ છે, તેમણે જણાવ્યુ કે શિવસેના પણ આજે મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે અને આખા ભારતવર્ષમાં એક એવુ માત્ર સંગઠન જે પોતાની સ્થાપનાથી લઇને આજ સુધી માત્રને માત્ર હિન્દૂવાદી અસ્તિત્વ માટે જીવે છે, માટે અમારૂ સંગઠન આવા ઉમેદવારને લડાવશે જે માત્રને માત્ર હિન્દૂવાદી વાત કરશે અને ભારતને હિન્દૂ રાષ્ટ્ર બનાવવામાં અમારો સહયોગ કરશે.

(8:24 pm IST)