Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ગુજરાત ચૂંટણીમાં રેકોર્ડ મતદાન થશે: પ્રથમ વખત મતદાન કરનારા યુવાનો મહત્વના : પીએમ મોદી

 પીએમ મોદીએ લખ્યુ, “લોકતંત્રના ઉત્સવ પ્રત્યે જામ સાહેબ શત્રુશલ્ય સિંહજીના ઉત્કૃષ્ટ જુસ્સાની હું પ્રશંસા કરૂ છુ.”, તેમણે કહ્યુ, હું આશા કરૂ છુ કુ તેમનાથી પ્રેરિત થઇને ગુજરાતમાં આ વખતે લોકો રેકોર્ડ સંખ્યામાં મતદાન કરશે

નવી દિલ્હી :વડાપ્રધાનર મોદીએ આશા વ્યક્ત કરી કરી છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ મતદાન થશે અને વિશેષકરીને યુવા પ્રથમ વખત મતદાનમાં ભાગ લેશે. વડાપ્રધાનની આ ટિપ્પણી જામનગરના રાજઘરાનાના વંશજ 83 વર્ષીય જામ સાહેબ શત્રુશલ્ય સિંહજી દ્વારા મત નાખ્યા પછી આવી છે.

PIB દ્વારા કરવામાં આવેલા એક ટ્વીટને ટેગ કરતા પીએમ મોદીએ લખ્યુ, “લોકતંત્રના ઉત્સવ પ્રત્યે જામ સાહેબ શત્રુશલ્ય સિંહજીના ઉત્કૃષ્ટ જુસ્સાની હું પ્રશંસા કરૂ છુ.”, તેમણે કહ્યુ, હું આશા કરૂ છુ કુ તેમનાથી પ્રેરિત થઇને ગુજરાતમાં આ વખતે લોકો રેકોર્ડ સંખ્યામાં મતદાન કરશે. ખાસ કરીને યુવા અને પ્રથમ વખતના મતદાર તેમાં ભાગ લેશે.

પીઆઇબી ગુજરાતે કરેલા એક ટ્વીટમાં કહ્યુ, જામનગરના જામ સાહેબ નામદાર મહારાજ શત્રુશલ્ય સિંહજીએ પોતાના ઘરે મત નાખ્યો હતો. જામ સાહેબે ગુજરાતના નાગરિકોને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી હતી. ચૂંટણી પંચે તમામ દિવ્યાંગ અને 80 વર્ષથી વધુની ઉંમરના મતદારો માટે મતદાનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી પંચની ટીમ મતદારોના ઘરે જશે અને મતદાનની પુરી પ્રક્રિયા ગુપ્ત રાખતા પોસ્ટલ બેલેટ પર મત અપાવશે.

ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાશે. 1 ડિસેમ્બરે 89 બેઠક પર જ્યારે 5 ડિસેમ્બરે 93 બેઠકો પર મતદાન યોજાશે. 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

(8:27 pm IST)