Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

રેલવેમાં ઘરેથી જ બેગેજ લઈ જવાની સુવિધા મળશે

રેલવેમાં બેગેજ લઈને ભાગદોડમાંથી છૂટકારો મળશે : અમદાવાદથી શરૂ થનારી સેવા એ પછી બેંગલુરૂ અને નાગપુરમા શરૂ કરાશે : પટણામાં પણ સેવા શરૂ થશે

નવી દિલ્હી, તા. ૨૩ : ટ્રેનમાં મુસાફરી માટે જતા લોકોએ ઘરેથી ટ્રેનમાં ચઢતા સુધી પોતાનો સામાન લઈને દોડાદોડ કરવું પડતું હોય છે. પરંતુ હવે રેલવે દ્વારા એક નવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દેશમાં સૌથી પહેલા સુવિધા અમદાવાદથી આજથી ૨૬ જાન્યુઆરી વચ્ચે શરુ કરવાની યોજના છે. પછી બેંગ્લુરુ અને નાગપુરમાં તેની શરુઆત કરવામાં આવશે. જે બાદ ભારતમાં પટણા પહેલું જંક્શન હશે જ્યાં વ્યવસ્થા શરુ કરવામાં આવશે.

વ્યવસ્થા આવવાથી મુસાફરોને હવે ઘરેથી સામાન લઈને સ્ટેશન જવાની ચિંતામાંથી છૂટકારો મળશે. સાથે સ્ટેશન પર કૂલીના રેટને લઈને થઈ ખેંચતાણથી છૂટકારો મળશે. હવે રેલવે તમારો સામાન ઘરેથી બર્થ અને અન્ય શહેર સુધી પહોંચાડશે. પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર રેલ મંડળે સુવિધાને મંજૂરી આપી છે. રિપોર્ટ્સ મુજબ વ્યવસ્થા શરુ કરવાની એજન્સી બુક એન્ડ બેગેજ્સ ડોટ કોમને મળી છે. ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયા સુધી પટણામાં તેની શરુઆત થશે.

પ્રવાસીઓએ એજન્સીની એપ અને વેબસાઈટ પર બૂકિંગનો વિકલ્પ મળશે. એપ એન્ડ્રોઈડ મોબાઈલમાં ડાઉનલોડ કરવી પડશે. બેગની સાઈઝ, વજન અને અન્ય જાણકારી આપવી પડશે. જેના આધારે તેનો ચાર્જ આપવો પડશે. જેના માટે વધુમાં વધુ ૫૦ કિલોમીટર અને ઓછામાં ઓછું ભાડું ૧૨૫ રુપિયા રહેશે. ૧૦ કિલોમીટરનું અંદર અને ઓછામાં ઓછું ૧૦ કિલો બેગનું એક તરફનું ભાડું ૧૨૫ રુપિયા થશે. બર્થ સુધી સામાન લઈ જવા માટે કુલી માટે નક્કી કરેલો ચાર્જ આપવો પડશે. એકથી વધારે (વધુમાં વધુ ) લગેજ હશે તો પહેલા લગેજનું ભાડું ૧૨૫ રુપિાય અને બાકી માટે ૫૦-૫૦ રુપિયા ચાર્જ. લગેજના રેપિંગ અને સેનિટાઈઝેશનની સુવિધા પણ એજન્સી આપશે. જીપીએસ સિસ્ટમથી તમે તમારો સામાન ટ્રેક કરી શકશો. સાથે સામાનનો વીમો પણ રહશે.

(12:00 am IST)
  • દિલ્હી એરપોર્ટ ઉપરથી કરોડોનું હેરોઈન ઝડપાયું: કરોડો રૂપિયાની કિંમતના ૯.૮ કિલો હેરોઇનના જથ્થા સાથે યુગાન્ડાના બે નાગરિકો દિલ્હી એરપોર્ટ થી ઝડપાઈ ગયા છે. access_time 4:44 pm IST

  • અક્ષયકુમારે જાહેર કર્યો 'બચ્ચન પાંડે'નો લુકઃ ર૬ જાન્યુઆરી ર૦રર માં રીલીઝ થશે access_time 3:16 pm IST

  • વિજય માલ્યા બન્યો મરણીયો : બ્રિટનમાં જ રહેવા પૈતરો : ગૃહમંત્રી પ્રીતિ પટેલ સમક્ષ અરજી કરી : હાલ તે જામીન ઉપર છુટેલો છે access_time 3:16 pm IST